સુરતમાં શરમજનક ઘટના, 25 વર્ષના યુવકે ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી પર દુષ્કર્મ આચર્યું !

સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના એમ છે કે, ધોરણ 7માં અભ્યાસ કરતી સગીરાને પેટમાં દુખતા ખુલાસો થયો કે તે ગર્ભવતી છે. બાળકીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સુરતમાં શરમજનક ઘટના, 25 વર્ષના યુવકે ધોરણ 7માં અભ્યાસ કરતી બાળકી પર દુષ્કર્મ આચર્યું !
| Edited By: | Updated on: Jun 06, 2025 | 4:07 PM

સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના એમ છે કે, ધોરણ 7માં અભ્યાસ કરતી સગીરાને પેટમાં દુખતા ખુલાસો થયો કે તે ગર્ભવતી છે. બાળકીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તપાસ દરમિયાન ડોક્ટરોને ખબર પડી કે આ સગીરાને ચાર માસનો ગર્ભ છે.

આ જાણકારી મળતા જ જાણે પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવું વાતાવારણ છવાયું છે. સગીરાએ કબૂલાત આપી કે, તે સોશિયલ મીડિયા મારફતે એક 25 વર્ષના યુવકના સંપર્કમાં આવી હતી. આ યુવકે ચાલાકીપૂર્વક સગીરાને ફસાવી અને અનેક વાર તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સગીરાના પિતાએ કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી છે.

કાયદાકીય રીતે ડોક્ટરોના રિપોર્ટના આધારે જ કોર્ટ નિર્ણય લેશે કે આ ગર્ભપાત શક્ય છે કે નહીં. આ ઘટના માત્ર પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક ચેતવણીરૂપ છે કે બાળકોની ઓનલાઇન પ્રવૃત્તિઓ પર માતા-પિતાએ ખાસ નજર રાખવી જોઈએ.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો