સ્વચ્છતા સર્વેક્ષણ: 20 એપ્રિલ પછી ટીમ સુરત શહેરમાં નિરીક્ષણ માટે આવશે, કોર્પોરેશને ફીડબેક માટે મહેનત શરૂ કરી
સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વધુમાં વધુ લોકો ફીડબેક આપે એ માટે મહેનત કરવામાં આવી રહી છે. આમ, આ વર્ષે શહેરને સ્વચ્છતા માં નંબર વન બનાવવા માટે સુરત કોર્પોરેશન પણ તનતોડ મહેનત કરી રહી છે. જોવાનું એ રહે છે કે કોર્પોરેશનનો આ પ્રયાસ કેટલો સફળ થશે.
ગયા વર્ષે સ્વચ્છતા(Swachhata ) સર્વેક્ષણમાં સુરત(Surat ) શહેરને બીજો ક્રમાંક પ્રાપ્ત થયો હતો. જેથી આ વર્ષે સુરતને સ્વચ્છતામાં પ્રથમ (First Rank )ક્રમાંક પ્રાપ્ત થાય એ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ઈન્દોર શહેરનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવી રહ્યો છે, જેને પછાડી સુરત શહેરને પ્રથમ ક્રમે લાવવા શક્ય તમામ પ્રયાસો મનપા કરી રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ2022ના સરવે માટે કેન્દ્રની ટીમ તા. 20 એપ્રિલ પછી શહેરમાં આવશે અને હાલમાં મનપા દ્વારા સિટિઝન ફીડબેક માટે મહેનત કરવામાં આવી રહી છે. છેલ્લા 10 દિવસથી ફીડબેક લેવાના શરૂ કરાયાં છે, જેમાં આજદિન સુધી 35,000 લોકો દ્વારા ફીડબેક આપવામાં આવ્યાં છે.
આ વર્ષે સર્વેક્ષણમાં કુલ 7500 માર્કસ હશે
સ્વચ્છતા સર્વેક્ષણ-2022માં આ વર્ષે કુલ 7500 માર્કસ હશે, જેમાં 3000 માર્કસ સર્વિસ લેવલ પ્રોગ્રેસ, સર્ટિફિકેશનના 2250 માર્કસ અને સિટિઝન વોઈસના 2250 માર્કસ હશે. જેમાં સર્વિસ લેવલ પ્રોગ્રેસના 3000 માર્કસમાં સસ્ટેનેબલ સેનિટેશન એન્ડ સફાઈ મિત્ર સુરક્ષાના 900 માર્કસ, એગ્રીગેટેડ કલેક્શનના 900 માર્કસ અને પ્રોસેસિંગ એન્ડ ડિસ્પોઝલના 1200 માર્કસ રહેશે. તેમજ સર્ટિફિકેશનના 2250 માર્કસમાં ઓડીએફ, ઓડીએફ પ્લસ, વોટર પ્લસ સર્ટિ ના 1000 અને સ્ટાર રેટિંગ સર્ટિ ના 1250 માર્કસ રહેશે. તેમજ સિટિઝન વોઈસમાં કુલ 2250 માર્કસ પૈકી સિટિઝન ફીડબેના 600, સિટિઝન એસેંજમેન્ટના 625, સિટિઝન એક્સપેરિયન્સ-ડાયરેક્ટ ઓઝર્વેશનના 350 અને સ્વચ્છતા એપના 400 માર્કસ હશે.
ગત વર્ષે સિટિઝન વોઈસમાં સુરત ઈન્દોર કરતા પણ આગળ હતું
સ્વચ્છતા સર્વેક્ષણ-2021માં 1800 માર્ક્સના સિટિઝન વોઈસ સ્કોરમાં સુરત શહેરે ઇન્દોરને પછડાટ આપીને 1721.16 માર્ક્સ મેળવ્યા હતા. જ્યારે ઇન્દોરને માત્ર 1704.76 માર્ક્સ મળ્યા હતા. પરંતુ આ વર્ષે સિટિઝન વોઈસના કુલ 2250 માર્કસ હશે. જે પૈકી સિટિઝન ફીડબેકના 600 માર્કસ છે. એ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વધુમાં વધુ લોકો ફીડબેક આપે એ માટે મહેનત કરવામાં આવી રહી છે. આમ, આ વર્ષે શહેરને સ્વચ્છતા માં નંબર વન બનાવવા માટે સુરત કોર્પોરેશન પણ તનતોડ મહેનત કરી રહી છે. જોવાનું એ રહે છે કે કોર્પોરેશનનો આ પ્રયાસ કેટલો સફળ થશે.
આ પણ વાંચો :
સુરત : કરોડોની છેતરપિંડીના કેસમાં નાગર દંપતિની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી, જાણો કેવી રીતે કરી ઠગાઇ ?
Surat : સુરતના વરાછા વિસ્તારમાં વહુએ કરી સાસુની હત્યા, ભાગવા જતાં પોલીસે ધરપકડ કરી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો