Surat: સુરતનો સંદીપ બન્યો અલીશા, સર્જરી કરાવીને યુવકમાંથી બન્યો યુવતી

પુરુષમાંથી સ્ત્રી બનવાની ઈચ્છા રાખવી કંઈ ખોટું નથી. જાતિ પરિવર્તનના કાયદાને મંજૂરી ભલે કાગળ પર મળી છે. પરંતુ લોકો અને સમાજ અમને સ્વીકારે એ પણ જરૂરી છે : અલીશા

Surat: સુરતનો સંદીપ બન્યો અલીશા, સર્જરી કરાવીને યુવકમાંથી બન્યો યુવતી
Sandeep became Alisha, After undergoing surgery
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 23, 2021 | 6:21 AM

સુરતના(surat) સંદીપને નાની ઉંમરથી જ છોકરીઓ સાથે રમવાનું તેમની જેમ રહેવાનું વધારે પસંદ હતું.નાની ઉંમરના છોકરાઓને જ્યાં કાર કે બાઈક જેવા રમકડાં પસંદ હોય છે ત્યાં સંદીપને નાનપણથી ઢીંગલીઓ સાથે રમવાનો શોખ હતો. જોકે પરિવારમાં અને સમાજમાં આ બાબતને સ્વીકૃતિ ઘણા ઓછા લોકો આપે છે. ખુબ ઓછા વ્યક્તિઓ એવા હશે જે આ માનસિક સ્થિતિમાંથી પસાર થતા વ્યક્તિઓની વાત સમજવા માટે તૈયાર હોય.

પણ સુરતના સંદીપે નક્કી કર્યું હતું કે તે આ બાબતે કોઈપણ માનસિક હતાશામાં કે સમાજની શરમમાં આવીને ચૂપ નહિ બેસે તે જેવો છે એવો જ સમાજની સામે રહીને બતાવશે. અને 39 વર્ષની ઉંમર બાદ ડિપ્લોમા એન્જીનીયરીંગ કરનાર સંદીપે નિર્ણય લીધો યુવકમાંથી યુવતી બનવાનો. સંદીપે યુવતી બનવા માટે 3 સર્જરી કરાવી છે અને આખરે તે હવે સંદીપ નહીં પણ આલિશા બની ગયો છે. અને સરકારે તેને પ્રમાણપત્ર આપીને માન્યતા પણ આપી દીધી છે.

સુરત જિલ્લા કલેકટર આશિષ ઓકે સંદીપમાંથી આલિશા બનેલા ટ્રાન્સ વુમનને પ્રમાણપત્ર આપ્યું છે. જાતી પરિવર્તન કર્યા બાદ આ પ્રમાણપત્ર તેને આપવામાં આવ્યું છે. હવે લોકો તેને સંદીપ નહિ પણ આલીશાના નામથી ઓળખશે. આલીશાને નાનપણથી જ સ્ત્રી(woman) બનવું હતું. ભલે તેના અંગો પુરુષ જેવા હતા પણ તેની લાગણીઓ, સ્વભાવ એક સ્ત્રી જેવું હતું. આલીશાનું કહેવું છે કે શરૂઆતમાં તેને ડર  હતો કે તેની લાગણી વિષે સમાજ શું કહેશે ? લોકો હાંસી ઉડાવશે. પણ તેણે  નક્કી કર્યું હતું કે તે જે છે એવું બતાવવામાં શરમાશે નહીં.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

2019માં કાયદો પણ બહાર કાઢવામાં આવ્યો હતો કે લીંગ પરિવર્તન કર્યા બાદ યુવક હો કે યુવતી તેમને નવી ઓળખ આપવામાં આવશે. ત્યારથી અલીશાનો આત્મવિશ્વાસ વધ્યો અને તેણે  3 સર્જરીઓ કરાવી સાથે જ જરૂરી દસ્તાવેજ પણ ભેગા કરવાનું શરૂ કર્યું. અલીશાને પરિવારજનોએ પણ ખુબ સપોર્ટ આપ્યો. અને હવે તે ટ્રાન્સવુમન(transwoman) બની ગઈ છે. અલીશાનું કહેવું છે કે કાયદાને માન્યતા હજી માત્ર કાગળ પર જ મળી છે પણ જરૂરી એ છે કે સમાજ અને લોકો આ બાબતને સ્વીકારે.

કોઈ પુરુષમાં સ્ત્રીની લાગણી હોવી કે સ્ત્રી બનવાની ઈચ્છા હોવી તે જ પ્રમાણે કોઈ સ્ત્રીમાં પુરુષ બનવાનું સપનું હોવું કોઈ ખોટી બાબત નથી. સમાજે આ માન્યતામાંથી બહાર  આવીને આ લોકોને સ્વીકરવાની વધારે જરૂર છે એવું અલીશા લોકોને સંદેશો આપવા માંગે છે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">