AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: હવે કોની ભૂલ કાઢશો? વેસુ કેનાલ વોક વે પર તોફાની તત્વોએ પહોંચાડ્યું જુઓ કેવું નુકશાન!

આમ તો સુરત શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે પણ સુરત કોર્પોરેશને ખુલ્લા મુકેલા કેટલાક પ્રોજેકટ આજે ખરાબ અને બદતર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેનું કારણ સુરત મહાનગરપાલિકા નહીં પણ સુરતના લોકો જ છે.

Surat: હવે કોની ભૂલ કાઢશો? વેસુ કેનાલ વોક વે પર તોફાની તત્વોએ પહોંચાડ્યું જુઓ કેવું નુકશાન!
વેસુ કેનાલ વોક વે પર તોફાની તત્વોએ પહોંચાડ્યું નુકસાન
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 13, 2021 | 6:26 PM
Share

Surat: એક તરફ લોકોની સુખાકારી માટે સુરત મહાનગરપાલિકા (SMC) સતત કાર્યરત છે. નળ, ગટર અને રસ્તા સિવાયની સુવિધાઓમાં ગાર્ડન, વોક વે, રિવરફન્ટ, સાઈકલ શેરિંગ પ્રોજેકટ સહિત અનેક પ્રોજેકટ એવા છે જે સુરત મનપાએ લોકો માટે ખુલ્લા મુક્યા છે પણ આ પ્રોજેકટના મેઈન્ટેનન્સનું કામ ભલે સુરત કોર્પોરેશનના માથે હોય પણ તેની જાળવણી કરવાની જવાબદારી કંઈક અંશે નાગરિકોની પણ બનતી હોય છે.

આમ તો સુરત શહેરને સ્માર્ટ સિટીનું બિરુદ આપવામાં આવ્યું છે પણ સુરત કોર્પોરેશને ખુલ્લા મુકેલા કેટલાક પ્રોજેકટ આજે ખરાબ અને બદતર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેનું કારણ સુરત મહાનગરપાલિકા નહીં પણ સુરતના લોકો જ છે. સુરતને મહાનગરપાલિકા વોક વે સીટી બનાવવાની વિચારણા કરી રહી છે.

પરંતુ જેટલા પણ વોક વે બનાવવામાં આવ્યા છે એની હાલત તમે જોશો તો કહેશો કે આ સુરત હોય શકે? સુરતના લોકોને આ શોભા આપે ખરું? તસવીરો છે સુરતમાં વેસુ કેનાલ રોડ પર આવેલા વોક વે ની. જ્યાં થોડા સમય પહેલાં જ સુંદર વોક વે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

પરંતુ કેટલાક અણસમજુ અને તોફાની તત્વો દ્વારા આ વોક વેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. વોક વે પર સ્વચ્છતા માટે મુકવામાં આવેલા ડસ્ટબીન, સીટીંગ એરેન્જમેન્ટ, લાઈટને તોડીને તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેવા જ દ્રશ્યો પાલ વોક વેના પણ જોવા મળી રહ્યા છે. જ્યાં ટાઈલ્સ અને રમતગમતના સાધનોને મોટી માત્રામાં નુકસાન પહોંચાડ્યું હોય તેવું જોઈ શકાય છે.

તેવામાં પ્રશ્ન એ થાય છે કે આ સ્થિતિમાં પાલિકાને દોષ આપવો કેટલો યોગ્ય? પ્રજાની સુખાકારી માટે મુકવામાં આવેલા આ પ્રોજેક્ટોના આવા હાલ જો પ્રજા જ કરે તો પછી પાલિકા મેઈન્ટેનન્સનો ખર્ચ કેટલો ઉઠાવે? સમય જતાં પછી સુરત મનપા પણ તેના પર ધ્યાન આપવાનું છોડી દે છે અને પછી લોકો દ્વારા પાલિકા કંઈ કામગીરી કરતી નથી તેવા સવાલો ઉઠાવવામાં આવે છે.

આ પણ વાંચો: ગૃહપ્રધાન Amit Shahએ કહ્યું, હવે Third degree ના દિવસો ગયા, CRPC, IPC અને IEA માં પરિવર્તનના આપ્યા સંકેત

g clip-path="url(#clip0_868_265)">