સુરતના દારૂની રેડ પ્રકરણમાં પીએસઆઇને સસ્પેન્ડ કરાયા, તપાસમાં બેદરકારી કારણભૂત

સુરત જિલ્લા પોલીસ વડાએ દારૂની મહેફિલની મામલે તટસ્થ તપાસ ન કરતા જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ સરવૈયાને સસ્પેન્ડ કર્યા છે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Oct 11, 2021 | 10:46 AM

સુરતમાં(Surat)દારૂ મહેફિલમાં(Liquor Party)કરેલી રેડ પ્રકરણમાં PSI સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં પલસાણા ખાતે ગત 7મી તારીખે દારૂની મહેફિલમાં પોલીસે રેડ પાડી હતી. તેમજ દારૂની મહેફિલની મામલે તટસ્થ તપાસ ન કરતા જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ સરવૈયાને સસ્પેન્ડ કર્યા છે.

તેમજ હાલ પલસાણા પોલીસ મથકનો ચાર્જ PSI સી.એમ ગઢવીને સોંપાયો છે. પલસાણાના અવધ સંગ્રિલામાંથી 29 લોકોને દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપ્યા હતા. જેમાં દારૂ મહેફિલમાં 25 નબીરાઓ તેમજ 6 મહિલા પૈકી 2 મહિલા બેંગકોકની હતી

ઉલ્લેખનીય છે કે, 6  ઑક્ટોબરના રોજ સુરતના પલસાણા નજીક હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો અને 2 વિદેશી યુવતીઓ સાથે કુલ 25 આરોપીઓની ધરપકડ કરી હતી. પલસાણા હાઇવે નજીક અવધ સંગરીલા બંગ્લોઝમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા દારૂની મહેફિલ માણતી 6 મહિલાઓ અને 19 યુવકો રંગેહાથે ઝડપાયા હતા.

પોલીસ તપાસમાં 6 મહિલાઓ સ્પામાં કામ કરતી હોવાનું સામે આવ્યું.તો રૂમની તપાસ કરતા વિદેશી બ્રાંડની 142 દારૂની બોટલ પણ મળી આવી હતી.આ તમામ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ મકાન માલિકની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદના બાવળાના કાવીઠા ગામના ખેડૂતોનો જમીન સંપાદનના વળતરમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ

આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાપુરના NFD સર્કલ પાસે હીટ એન્ડ રનના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati