Surat : ફરી ધર્માંતરણનો મુદ્દો ઉછળ્યો, સોસાયટીમાં ચર્ચ ઉભુ કરાતા હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ

|

Jun 28, 2022 | 8:10 AM

સુરતના (Surat) ઓલપાડ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચના કાર્યકરો દ્વારા ઓલપાડ તાલુકા મથક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

Surat : ફરી ધર્માંતરણનો મુદ્દો ઉછળ્યો, સોસાયટીમાં ચર્ચ ઉભુ કરાતા હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ
protests by Hindu organizations

Follow us on

ગામડાઓમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં(Tribal area)  ખ્રિસ્તી ધર્માંતરણનો મુદ્દો અવારનવાર ચર્ચામાં રહે છે. આ મામલે હિન્દુ સંગઠનો(Hindu Religion)  દ્વારા અનેકવાર અવાજો પણ ઉઠાવવામાં આવે છે. ત્યારે સોમવારે સુરતના (Surat) ઓલપાડ તાલુકામાં આ જ મામલે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તમને જણાવી દઈએ કે,હિન્દુ વસ્તી વચ્ચે ચર્ચ બનાવવામાં આવતા હિન્દૂ સંગઠનો જય જય શ્રી રામ ના નારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા .

સ્થાનિકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી

મહત્વનું છે કે,સુરતના ઓલપાડ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ ઓલપાડ તાલુકા(Olpad Taluka)  મથક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઓલપાડની એક સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા ચર્ચ બનાવવામાં આવ્યુ હતુ તેની સામે લોકોએ ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન કર્યું હતુ.સ્થાનિકોની ફરિયાદ હતી કે, અહી 280 જેટલા ઘર એક સોસાયટીમાં આવેલા છે, જેમાં ખ્રિસ્તીઓના માત્ર 2 જ ઘર આવેલા છે. હિન્દુઓની બહુ વસ્તી હોવા છતાં અહી રહેણાંક સોસાયટીમાં ચર્ચ બનાવી દેવામાં આવતા સ્થાનિકોમાં પારાવાર રોષની લાગણી જોવા મળી રહી છે.

મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ

હાલ સ્થાનિકોએ ઓલપાડ તાલુકા મથકે મામલતદારને આવેદન પત્ર પાઠવીને જણાવ્યું હતું કે અહી 300 જેટલા ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચ પર ભેગા થયા હતા અને તેમના દ્વારા સ્થાનિકોના ધર્મ પરિવર્તન કરવાની પેરવી કરવામાં આવી રહી છે. જેની સામે તેઓનો વિરોધ છે.વધુમાં તેમણે જણાવ્યું કે, બહારથી ખ્રિસ્તી ધર્મ ગુરુઓ આવીને શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જેથી આ ગતિવિધિઓ પર રોક લગાવવામાં આવે. અને રહેણાંક સોસાયટીમાંથી આ ધાર્મિક સ્થાનને પણ હટાવવામાં આવે. નહિ તો આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Input Credit-Suresh Patel (OLPAD)

Next Article