Surat: માતા-પિતા ખાસ વાંચે, સુરતમાં ફુગ્ગાનું રબર ગળી જતા 10 માસના બાળકે દમ તોડ્યો

|

Sep 27, 2022 | 6:33 PM

બાળક બલુન ગળી ગયા બાદ ગળામાં તેનું રબર ચોંટી ગયું હતું. જેને લઇ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી બાળકનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો પીએમ અર્થે બાળકને મોકલવામાં આવ્યો છે.

Surat: માતા-પિતા ખાસ વાંચે, સુરતમાં ફુગ્ગાનું રબર ગળી જતા 10 માસના બાળકે દમ તોડ્યો
10-month-old boy dies after swallowing balloon rubber in Surat

Follow us on

માતા-પિતા (Parents) માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાંથી (Surat ) સામે આવ્યો છે. સુરતના દસ માસનું બાળક ફુગ્ગાની (Balloon) નાની ગોટી ગળામાં ગળી જતા મોતને ભેટ્યુ છે. બાળકને લઈ માતા સિવિલ હોસ્પિટલ આવી તો સિવિલ પરના ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દરેક નાના બાળકોની નાનામાં નાની સાર સંભાળ લેવી આજે ખૂબ જરૂરી બની ગયું છે. નાના બાળકોની સંભાળ પાછળ થોડી પણ ચૂક રહી જતા આજે મોટું સ્વરૂપ ધારણ કરી જાય છે. માતા પિતાને ચેતવતો આવો જ કિસ્સો સામે આવ્યો છે.

સુરતના સલથાણ વિસ્તારમાં આવેલ શિવસાઈ બિલ્ડિંગમાં રહેતા 10 માસના બાળક સાથે ઘટના બની છે. બાળક રમતા રમતા રબરનું બલૂન ગળી જતા તેનું મોત થયું છે. 10 માસનો બાળક આદર્શ પાંડે તેના અઢી વર્ષના ભાઈ પ્રિયાંસુ પાંડે સાથે ઘરમાં રમી રહ્યો હતો. દરમિયાન રમતા રમતા 10 માસના બાળકે બલુન મોઢામાં નાખી દીધો હતો અને બલૂનનું રબર ગાળામાં ફસાઈ ગયું હતું. જેથી તેની માતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. બાળકના વિલાપમાં માતાના આક્રંદથી સિવિલ પરિસર ધ્રુજી ઉઠ્યું હતું. 10 માસનું બાળક અને તેનો ભાઈ ખૂબ જ આનંદથી રમી રહ્યા હતા. ભાઈ સાથે રમતો જોઈ માતા ઘરનું કામ કરવા માટે રસોડામાં ગઈ હતી. ત્યાં તો થોડી જ વારમાં 10 માસનું બાળક જોર જોરથી રડવા લાગ્યું. જેથી મા દોડીને પોતાના દીકરા પાસે આવી. જ્યાં અઢી વર્ષના પ્રિયાંશુ એ માતાને જણાવ્યું કે આદર્શ નાના બલુનને મોઢામાં ગળી ગયો છે. જેથી માતા એ બલુન બહાર કાઢવાનો બહુ પ્રયાસ કર્યો પરંતુ તે નીકળ્યો નહીં. જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ દોડી આવ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

10 માસના બાળકને ગળામાંથી રબર બહાર કઢાવવા તેની માતા ફુલકુમારી પાંડે બાળકને લઈ જુદી જુદી હોસ્પિટલો પર પહોંચ્યા હતા. માતા બાળકની બગડતી તબિયત જોઈ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગઈ હતી અને ચલથાણ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં દોડી ગઈ હતી ન માત્ર ચલથાણ પરંતુ આસપાસની નજીકની પાંચ જેટલી હોસ્પિટલોમાં પોતાના બાળકને બચાવવા માટે લઈ ગઈ હતી. પરંતુ તમામ હોસ્પિટલોમાંથી તેને યોગ્ય જવાબ ન મળતા આખરે સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવો પડ્યો હતો. જ્યાં એટલું મોડું થઈ ગયું હતું કે ફરજ પરના તબીબોએ આદર્શને મૃત જાહેર કર્યો હતો.

રબર ગળામાં ચોંટી જતા થયું મોત

10 મહિનાના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા બાદ ડોક્ટરે તેની તપાસ કરી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે બાળક બલુન ગળી ગયા બાદ ગળામાં તેનું રબર ચોંટી ગયું હતું. જેને લઇ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી બાળકનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો પીએમ અર્થે બાળકને મોકલવામાં આવ્યો છે. પીએમ બાદ ચોક્કસ કારણ સામે આવશે.

પિતાને સિવિલ હોસ્પિટલ પહોંચતા ખબર પડી

10 માસના બાળક આદર્શ પાંડેના પિતા ધનજી પાંડે ચલથાણમાં ટ્રાન્સપોર્ટમાં ગાડી ચલાવવાનું કામ કરે છે. પોતાના બાળક સાથે બનેલી ઘટનાની જાણ તેમની પત્ની દ્વારા ફોન કરીને કહ્યું ત્યારે ધનજી પાંડે ટ્રાન્સપોર્ટના માલની ગાડી લઇ કડોદરામાં હતો. દીકરાના વિશે આવા સમાચાર મળતા જ તે તાત્કાલિક કડોદરાથી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેની પત્નીના ખોળામાં બાળકને લઈને રડતા જોઈ પિતા પણ આઘાતમાં મુકાઈ ગયા હતા. અચાનક ઘરનું વહાલ સોયુ બાળકનું મોત થઈ જતા પરિવાર શોકમાં મુકાઈ ગયું હતું.

Next Article