Surat : પાંડેસરા GIDCમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો, લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ

|

Jun 05, 2022 | 8:21 AM

સદનસીબે આ દુર્ઘટનામાં (Surat Fire) કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ લાખો રૂપિયાનું કાપડ બળી ખાખ થઈ ગયું હતું. હજુ સુધી આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી.

Surat : પાંડેસરા GIDCમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો, લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ
Fire in Pandesara GIDC

Follow us on

સુરતના (Surat) પાંડેસરા GIDCમાં શનિવારે રાતે અમીના ડાઈનિંગ મિલમાં આગ (Fire) લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 15 ગાડીઓ (Fire Brigade) ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. પરંતુ લાખો રૂપિયાનું કાપડ બળી ખાખ થઈ ગયું હતું. તો હજુ સુધી આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી.

પીપોદરા GIDC માં ભીષણ આગ લાગી હતી

થોડા દિવસો અગાઉ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા GIDC માં(Pipodara GIDC)  ભીષણ આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું. આગ એટલી ભીષણ હતી કે, ત્રણથી ચાર કિલોમીટર દૂરથી ધુમાડા જોવા મળી રહ્યા હતા. આગ જોત જોતામાં એટલી પ્રસરી હતી કે, આખા ગોડાઉનને  લપેટમાં લઇ લીધું હતું. જો કે સદનસીબે તેમાં કોઈ જાનહાની થઈ નહોતી. પરંતુ આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તમને જણાવવું રહ્યું કે, આગ પ્લાસ્ટિકના વેસ્ટેજ ગોડાઉનમાં લાગી હોવાનું જાણવા મળતાં સમગ્ર જિલ્લા અને કામરેજ સહિતની ફાયર વિભાગની ગાડીઓ આગ ઉપર કાબૂ મેળવવા માટે પહોંચી હતી. જીઆઈડીસીમાં આવેલા વેસ્ટેજ ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં અફરા તફરી મચી ગઈ હતી.

Next Article