Surat : પાણીના પ્રશ્ને મહિલાઓએ માટલા ફોડી દર્શાવ્યો વિરોધ, આક્રમક કાર્યક્રમ આપવાની ચીમકી

|

Oct 13, 2022 | 9:06 AM

ખાસ કરીને દિવાળી સમયે જ સુરતના કતારગામ, લીંબાયત અને પુણા જેવા વિસ્તારોમાં આ ફરિયાદો સામે આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Surat : પાણીના પ્રશ્ને મહિલાઓએ માટલા ફોડી દર્શાવ્યો વિરોધ, આક્રમક કાર્યક્રમ આપવાની ચીમકી
On the issue of water, the women showed a lot of protest, and they threatened to give an aggressive program(File Image )

Follow us on

સામી દિવાળીએ(Diwali ) ઘરની સાફસફાઈ માટે વધારાના પાણીની જરૂરિયાતથી વિપરીત પૂણા(Puna ) ગામની પ્રમુખછાયા સોસાયટીમાં પૂરતા પ્રેશરથી પાણી(Water ) આવતું ન હોવાની ફરિયાદો ઉઠી છે. છેલ્લા એક માસથી સતત સોસાયટીના રહીશો અને રાજકીય સ્તરેથી પણ વહીવટી તંત્રને કરવામાં આવેલ રજૂઆતો છતાં ઉકેલ ન આવતા છેવટે સોસાયટીની મહિલાઓએ સોસાયટીના મુખ્ય દ્વાર પર જ માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યો હતો. એટલું જ નહીં આગામી દિવસોમાં આ સમસ્યાનું હલ નહીં થાય તો ઝોન કચેરી તથા મનપાની મુખ્ય કચેરીએ મોરચો માંડી આક્રમક કાર્યક્રમ આપવાની ચીમકી પણ આપી હતી.

મહિલાઓએ ફોડ્યા માટલા :

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું કે છેલ્લા એક માસથી સતત ઝોન તથા હાઇડ્રોલિક વિભાગને સોસાયટીમાં પૂરતા પ્રેશરથી પાણી પુરવઠો મળતો ન હોવાની રજૂઆતો કરવામાં આવી છે. તંત્ર દ્વારા નવી લાઇન નાખી સપ્લાય આપવાનું શરૂ કર્યા છતાં સોસાયટીમાં અપૂરતો જથ્થો ઉપલબ્ધ થઈ રહ્યો છે. વારંવારની ફરિયાદો છતાં નિરાકરણ ન આવતા સોસાયટીની મહિલાઓએ પૂણા વિસ્તારના પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટરોની અધ્યક્ષતામાં શાસકો તથા વિપક્ષની નિષ્ફળતા સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સોસાયટીના મુખ્ય દરવાજે જ 50 જેટલી બહેનોએ માટલા ફોડ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કતારગામ, પુણા અને લીંબાયત વિસ્તારમાં ફરિયાદ :

આ માત્ર એક બે વિસ્તારની વાત નથી. પણ સમયાંતરે પાણીની સમસ્યા મામલે અવારનવાર અનેક વિસ્તારોમાંથી ફરિયાદો સામે આવી રહી છે. ખાસ કરીને દિવાળી સમયે જ સુરતના કતારગામ, લીંબાયત અને પુણા જેવા વિસ્તારોમાં આ ફરિયાદો સામે આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં સામી ચૂંટણી પણ આવી રહી છે તેવા સમયે સ્થાનિક નગરસેવકોની પણ આ ફરિયાદને ધ્યાનમાં લેવામાં નથી આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકોની માંગ છે કે દિવાળી જેવો મોટો તહેવાર માથે છે, ત્યારે નવી પાઈપલાઈન નાંખ્યા બાદ પણ હજી સુધી સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવી શક્યું ? કોર્પોરેશન તંત્ર આ મામલે તાકીદે ધ્યાન આપે અને જરૂરી પગલાં ભરીને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે.

Next Article