સુરતીઓ માટે રાહતના સમાચાર, નોંધાયેલા કેસોની સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો

|

Jan 22, 2022 | 1:04 PM

શહેરમાં કોરોનાના કુલ કેસો દોઢ લાખને પાર થયા છે. જેની સામે 1.27 લાખ દર્દીઓ કોરોનાની સારવાર લઇને મુક્ત થઇ ચૂક્યા છે. ત્યારે હાલ 22 હજા૨ દર્દી હોમ ક્વોરેન્ટાઇન કે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સુરતીઓ માટે રાહતના સમાચાર, નોંધાયેલા કેસોની સામે રિકવર થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો
Increase in the number of patients recovering from reported cases(File Image )

Follow us on

Surat સુરતમાં કોરોનાના(Corona ) વળતા પાણી શરૂ થયા છે. નવા નોંધાયેલા કેસો કરતા કોરોનાથી મુક્ત થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં કોરોનાના નવા 2124 કેસો આવ્યા જેની સામે 2336 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગ્રામ્યમાં કોરોનાના 457 નવા કેસો સામે આવ્યા છે. શહેર ગ્રામ્યમાં મળીને કોરોનાના નવા 2576 કેસો સામે 2609 દર્દીઓઓ કોરોનાની સારવાર હેઠળથી મુક્ત (Discharge ) થયા હતા. શહેર – ગ્રામ્યમાં કોરોનાની સા૨વા૨ લઇ રહેલા ત્રણ દર્દીઓના મોત થયા છે.

સુરતમાં કોરોનાના કેસોની સંખ્યા 1.50 લાખને પાર :
શહેરમાં કોરોનાના કુલ કેસો દોઢ લાખને પાર થયા છે. જેની સામે 1.27 લાખ દર્દીઓ કોરોનાની સારવાર લઇને મુક્ત થઇ ચૂક્યા છે. ત્યારે હાલ 22 હજા૨ દર્દી હોમ ક્વોરેન્ટાઇન કે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શુક્રવારે નોંધાયેલા નવા કેસો પૈકી 857 કેસોનો ઘટાડો થયો છે. જે સુરતવાસીઓ માટે એક રાહતના સમાચાર છે.

ઝોન વાઈઝ આંકડા :
રાંદેરમાં 503 તથા અઠવા ઝોનમાં 574 કેસો નોંધાયા હતા. કોરોનાએ બેવડી સદી મારતા કતારગામમાં 227 કેસો સામે આવ્યા છે. શહેરના પાંચ ઝોનમાં કોરોનાએ સદી ફટકારી હતી. વરાછા એમાં 186 , લિંબાયતમાં 156 , વરાછા – બીમાં 130 , ઉધના – એમાં 126 અને સેન્ટ્રલ ઝોનમાં 108 કેસો સામે આવ્યા છે. ત્યારે ઉધના ઝોનમાં 24 કેસો જાહેર થયા હતા. એ સાથે મળીને કોરોના નવા 2124 કેસો સામે આવ્યા છે. કુલ કેસોની સંખ્યા 1,51,301 પર પહોંચી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

2336 કોરોના દર્દીઓ સાજા થયા હતા. કોરોનાની સારવાર લઇ રહેલ બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજયા હતા. કતારગામમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ મહિલા 19 જાન્યુઆરીના રોજ અને ગોતાલાવાડીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ મહિલા 12 જાન્યુઆરીના રોજ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા હતા. બંનેનું શુક્રવારે કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ સાથે જ મોતનો આંકડો 1645 પર પહોંચ્યો છે.

ગ્રામ્ય વિસ્તારના આંકડા :
ગ્રામ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો હતો. નવા 452 કેસો સામે આવ્યા છે. જેમાં બારડોલી તાલુકામાં 78 , કામરેજ તાલુકામાં 64 , પલસાણા તાલુકામાં 62 , માંગરોળ તાલુકામાં 60 , ઓલપાડ તાલુકામાં 55 , માંડવી તાલુકામાં 45 , ચોર્યાસી તાલુકામાં 41 , મહુવા તાલુકામાં 36 અને ઉમરપાડા તાલુકામાં 11 કેસો જાહેર થયા હતા. જે સાથે કુલ 37,159 કેસો સામે આવ્યા છે. ગ્રામ્યમાં 273 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ત્યારે માંડવીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કોરોનામાં સપડાયા હતા. જેનું શુક્રવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ સાથે કુલ મોતનો આંકડો 499 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો :

Surat : દક્ષિણ ગુજરાતની પ્રથમ Open Jail માટે ઓલપાડના સોંદલાખારાની જમીન પર પસંદગી, કેદીઓ ખેતી પણ કરી શકશે

Surat : મહાનગરપાલિકા હવે કરશે વરસાદી પાણીનો સંગ્રહ, યોજના પર કામ શરૂ

Next Article