AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત શહેરને ગાર્બેજ ફ્રી 7 સ્ટાર સીટી અને વોટર પ્લસ શહેર જાહેર કરવા મ્યુનિસિપલ કમિશનરની કવાયત

સુરત શહેરને (Surat ) સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન લઇ જવા માટે સુરત મહાનગરપાલિકા ખુબ મહેનત કરી રહી છે. ખાસ કરીને સીટીઝન ફીડબેક માટે પણ ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

સુરત શહેરને ગાર્બેજ ફ્રી 7 સ્ટાર સીટી અને વોટર પ્લસ શહેર જાહેર કરવા મ્યુનિસિપલ કમિશનરની કવાયત
Smart City Surat (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 10:18 AM
Share

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કોઈપણ શહેરને (Surat ) દર વર્ષે વિવિધ કેટેગરીમાં માર્કસ (Marks ) આપવામાં આવતા હોય છે. માર્કસ તેમજ ફીડબેકના (Feedback ) આધારે દેશભરના વિવિધ શહેરોને સ્વચ્છતા માટે રેકીંગ આપવામાં આવે છે. સુરત શહેર પણ એજ રીતે વધુને વધુ માર્કસ મેળવી તથા વધુ ફીડબેક મેળવી સ્વચ્છતા સર્વેક્ષણમાં અવલ્લ આવવા સતત મહેનત કરે છે. સુરત શહેરને ગાર્બેજ ફી 7 સ્ટાર સીટી તેમજ વોટર પ્લસ શહેર જાહેર કરવા માટે મ્યુ. કમિશનર દ્વારા શાસકો સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેકશન, રાત-દિવસ રસ્તાઓની સફાઈ, શહેરમાં સુકા-ભીના કચરાની ડસ્ટબીન, વેસ્ટ કલેક્શન એન્ડ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ, સ્વચ્છતા એપ તારા ફરીયાદના નિકાલની વ્યવસ્થા, તેમજ ઘરે પણ લોકો દ્વારા ભીના કચરામાંથી ખાતર બનાવાય છે. આ તમામ કામગીરી શહેરમાં થતી હોય શહેરને ગાર્બેજ ફી ૭-સ્ટાર સીટી જાહેર કરવા દરખાસ્ત મુકાઈ છે. તેમજ વોટર પ્લસ સર્ટીફીકેશન માટે શહેરમાં સુએઝ વોટરની ટ્રીટમેન્ટ કરી ઈન્ડસ્ટ્રીયલ અને હોટીકલ્ચરમાં ઉપયોગ થાય છે. તમામ સ્ટીમ વોટર ઈન તથા મશીન હોલ ઘનકચરા મુક્ત રહે તે મુજબની વ્યવસ્થા છે.

આ તમામ વ્યવસ્થા હોય, શહેરને વોટર પ્લસ શહેર જાહેર કરવા દરખાસ્ત મુકાઈ છે. આ અંગે શહેરીજનો પાસેથી પણ સુચનો લેવામાં આવશે અને ઠરાવ મંજુર થયા બાદ રાજ્ય સરકારને થર્ડ પાર્ટી ઈન્સપેક્શન માટે પત્ર મોકલવામાં આવશે. વર્ષ 2022 માં થનારા સ્વચ્છતા સર્વેક્ષણ-2022 અંતર્ગત 24 ડિસેમ્બર 2021ના દિવસે સેક્રેટરી શહેરીકાર્ય અને આવાસ મંત્રાલય દ્વારા આઝાદી એટ ૭૫ રેટીંગ પ્રોટોકોલ ઓફ ગાર્બેજ ફી સીટી ટુલકીટ-2022 લોન્ચ કરવામાં આવી હતી. જેમાં સર્ટીફીકેશનના 1250 માર્કસ તથા ઓડીએફ ઓડીએફ પ્લસ ઓડીએફ પ્લસપ્લસ/વોટર પ્લસ સર્ટીફીકેશનના 1000 માર્કસ એમ કુલ ૨૨૫૦ માર્કસની જોગવાઈ સિટી સર્ટીફીકેશન માટે રાખવામાં આવી છે.

નોંધનીય છે કે આ વખતે શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન લઇ જવા માટે સુરત મહાનગરપાલિકા ખુબ મહેનત કરી રહી છે. ખાસ કરીને સીટીઝન ફીડબેક માટે પણ ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જોવાનું એ રહે છે કે આ વર્ષે સ્વચ્છતામાં સુરત શહેર બાજી મારે છે કે કેમ ?

g clip-path="url(#clip0_868_265)">