Surat : જમણવાર બાદ લગ્ન સ્થળ હોસ્પિટલમાં તબદીલ ! જાણો એવુ તે શું થયુ કે કોર્પોરેશને સ્થળ પર જ શરૂ કરવી પડી OPD

|

May 25, 2022 | 7:23 AM

કતારગામના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં સોમવારે લગ્ન સમારંભ યોજાયો હતો. જેનો જમણવાર નિત્યાનંદ ફાર્મમાં કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજે 700 થી 800 લોકોએ ભોજન લીધુ હતું.

Surat : જમણવાર બાદ લગ્ન સ્થળ હોસ્પિટલમાં તબદીલ ! જાણો એવુ તે શું થયુ કે કોર્પોરેશને સ્થળ પર જ શરૂ કરવી પડી OPD
File Photo

Follow us on

સુરતના કતારગામમાં વિસ્તારમાં (Katargam Area) લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતા 92 લોકોને હોસ્પિટલમાં (Surat Hospital) ખસેડવાની ફરજ પડી હતી. સાથે જ આટલી મોટી માત્રામાં લોકોને ફૂડ પોઇઝનિંગની (Food Posining) અસર થતા કોર્પોરેશને સ્થળ પર જ વધુ સારવાર માટે ઓપીડી શરૂ કરી હતી. વધુમાં મળતી માહિતી પ્રમાણે કતારગામના ઘનશ્યામ પાર્ક સોસાયટીમાં સોમવારે લગ્ન સમારંભ યોજાયો હતો. જેનો જમણવાર મંગળવારે નિત્યાનંદ ફાર્મમાં કરવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 700 થી 800 લોકોએ ભોજન લીધુ હતું.

જમણવાર બાદ 700 કરતા વધુ લોકોને ફૂડ પોઈઝનીગની અસર

તમને જણાવી દઈએ કે, આ જમણવાર બાદ 700 કરતા વધુ લોકોને ફૂડ પોઈઝનીગની અસર થઈ છે. કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ નજીક ઘનશ્યામ પાર્ક સોસાયટીની નજીકમાં જ આવેલા નિત્યાનંદ ફાર્મમાં આ જમણવારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ભોજન સમારંભમાં અંદાજે 700 થી 800 લોકોએ ઓરિયો શેક, અંગુર રબડી તેમજ કેસર કુમકુમ નામની બંગાળી મીઠાઈ ખાધા બાદ અનેક લોકોને ફૂડ પોઇઝનિંગની અસર શરૂ થઈ હતી.

મનપાએ સ્થળ પર ઓપીડી શરૂ કરવી પડી

જો કે આટલી માત્રામાં લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ સ્થળ પર ઓપીડી શરૂ કરવી પડી હતી. એકતરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને શહેરમાં લગ્નસરાની મોસમ પણ પૂર બહારમાં ખીલી છે. તેવામાં આવી અસહ્ય ગરમીમાં દૂધમાંથી બનતી વાનગીઓ ખાવી જોખમી સાબિત થઈ રહી છે. જેનું ઉદાહરણ કતારગામ વિસ્તારના યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં જોવા મળ્યું હતું.જેને પગલે કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું. એક સાથે અસંખ્ય લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા કતારગામ ઝોનના આરોગ્ય વિભાગે (Health Department) લગ્ન સમારંભમાં આ સ્થળે તાત્કાલિક ટીમ મોકલી હતી. અને ઓપીડી શરૂ કરી દીધી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અત્યારસુધી માં 92 થી વધુ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કતારગામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર શ્રોફ અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ હોસ્પિટલ ડોક્ટર આશિષ નાયક પણ ઘટનાની ગંભીરતા સમજીને સ્થળ પર દોડી ગયા હતા.બીજી તરફ મનપાના ફુડ વિભાગે પણ ભોજન સમારંભમાં પીરસેલી વાનગીઓ ના નમુના લઈને ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. તેમજ વધુ તપાસ ચાલી રહી હોવાનું મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.હવે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ આ અંગે કોઈ કાર્યવાહી કરે છે કેમ તે જોવુ રહ્યું..?

 

Next Article