Morbi Tragedy: સુરતના ઉદ્યોગપતિએ ઉઠાવી દુર્ઘટનામાં અનાથ બનનારા બાળકોની જવાબદારી

|

Nov 02, 2022 | 5:15 PM

ગુજરાતના મોરબીની (Morbi Tragedy) મચ્છુ નદી પર બનાવવામાં આવેલું ઝૂલતો પુલ તૂટવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમને રાજ્ય અને દેશભરના લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તો બીજી તરફ મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને પણ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે.

Morbi Tragedy: સુરતના ઉદ્યોગપતિએ ઉઠાવી દુર્ઘટનામાં અનાથ બનનારા બાળકોની જવાબદારી
મોરબી દુર્ઘટનામાં સુરતના ઉદ્યોગપતિએ દર્શાવી માનવતા

Follow us on

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલો જુલતો પુલ તૂટવાની દુર્ઘટના બની છે. મોરબી દુર્ઘટના મામલે એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં સરકાર દ્વારા પણ એક કમિટીનું ગઠન કરવામાં આવ્યુ છે. બીજી તરફ તપાસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પુછપરછ હાથ ધરવામાં આવી છે તો મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના અનેક પરિવારો માટે કાળ બની છે. આ દુર્ઘટનામાં કોઈએ પિતા ગુમાવ્યા છે તો કોઈ પોતાનો દિકરો કે દિકરી ગુમાવી છે. જો કે આ ઘટનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારાઓની વ્હારે સુરતના એક ઉદ્યોગપતિ આવ્યા છે.

અનેક બાળકોએ ગુમાવ્યા માતા-પિતા

ગુજરાતના મોરબીની મચ્છુ નદી પર બનાવવામાં આવેલું ઝૂલતો પુલ તૂટવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમને રાજ્ય અને દેશભરના લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે તો બીજી તરફ મૃત્યુ પામેલા લોકોના પરિવારના સભ્યોને પણ સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે તો આ ઘટનામાં કેટલાય લોકોએ માતા-પિતા ગુમાવ્યા છે તો કેટલાય પરિવારે પોતાના બાળકો ગુમાવ્યા છે. તો માતા-પિતાની છત્રછાયા આ ઘટનામાં જે બાળકોએ ગુમાવી છે તેમની જવાબદારી સુરતના એક ઉદ્યોગપતિ અને તેમની સામાજિક સંસ્થાએ ઉઠાવી છે.

કોઈ પણ મોટી જવાબદારી કે પછી કોઈ પણ જગ્યાએ કોઈ રાહતની જરૂરત હોય તો સુરત આગળ આવીને ઉભું રહે છે. મોરબીની દુર્ઘટનામાં કેટલાય બાળકોએ તેમના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે નિરાધાર બનેલા બાળકોની જવાબદારી સુરતના એક ઉદ્યોગપતિએ ઉઠાવી છે. આ ઉદ્યોગપતિ નિરાધાર બનેલા બાળકો જ્યાં સુધી પગભર નહીં થાય ત્યાં સુધી તેમની જવાબદારી ઉઠાવશે. સુરત શહેર ગુજરાત ભરમાં હર હંમેશા દાનવીરો તરીકે ઓળખાય છે ત્યાં ફરી એક વખત એક વ્યક્તિ આશા વ્યક્ત કરી તે બિરદાવા લાયક છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉઠાવશે ખર્ચ

મોરબીની ઘટનામાં નિરાધાર બનેલા બાળકોનો ખર્ચ ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉઠાવશે. આ બાળકોને ઉદ્યોગપતિ વસંત ગજેરા દ્વારા ચલાવવામાં આવતી સંસ્થા વાત્સલ્ય ધામમાં અભ્યાસ કરાવવામાં આવશે. બાળકોની તમામ દેખરેખ અને સુરક્ષા કરવામાં આવશે. આ વાત સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાએ જણાવી છે. નિરાધાર બનેલા બાળકોની જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરાએ ઉઠાવતા લોકોએ પણ તેમની કામગીરીને બિરદાવી છે.

Next Article