Mission Admission : સુરત શહેરમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 8738 બેઠકોની ફાળવણી

|

Apr 27, 2022 | 8:28 AM

નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ (Education ) ડો. એસ. પી. ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 9955 ખાનગી શાળાઓ છે. જેમાં આરટીઇ હેઠળની 25 ટકા મુજબ 71,396 બેઠકો છે. રાજ્યમાં આરટીઇની 1,76,405 અરજી મંજૂર કરવામાં આવી હતી.

Mission Admission : સુરત શહેરમાં RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 8738 બેઠકોની ફાળવણી
Allocation of 8738 seats in the first round under RTE in Surat (File Image )

Follow us on

સુરતમાં આરટીઇ (RTE) હેઠળ ધોરણ-1 માં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ (Round ) જાહેર કરવામાં આવ્યો છે. જેના ભાગરુપે  સુરત શહેરમાં 8738 વિદ્યાર્થીઓને (Students ) ધોરણ-1માં આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આરટીઈ હેઠળ જે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે તેવા વિદ્યાર્થીઓના વાલીએ આગામી પાંચમી મે, 2022 સુધી શાળામાં પ્રવેશ મેળવી લેવાનો રહેશે. રાઇટ ટુ એજ્યુકેશન (આરટીઇ) એક્ટ-2009 હેઠળ ગરીબ અને વંચિત જૂથના બાળકોને ધોરણ-1માં ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. આરટીઇ હેઠળ ધોરણ-1 માં શૈક્ષણિક વર્ષ 2022-2023 માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો.

સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં 919 ખાનગી શાળાઓ છે. જેમાં આરટીઇ હેઠળની 25 ટકા મુજબની અંદાજિત 9 હજાર થી વધુ બેઠકો છે. આરટીઇ માટે કુલ 30,224 અરજી કરવામાં આવી હતી. જેમાંથી 26,094 અરજી મંજૂર, 919 અરજી રિજેક્ટ અને 3211 અરજી કેન્સલ કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં 8738 બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. વાલીએ બાળકનો ધોરણ-૧ માં પ્રવેશ પાંચમી મે, 2022 સુધી શાળામાં જઇને લેવાનો રહેશે.

રાજ્યમાં પસંદગીના અભાવે 6933 બેઠકો ખાલી

આરટીઇ હેઠળ શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે ધોરણ-1માં પ્રવેશ ફાળવણી સંદર્ભે નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ ડો. એસ. પી. ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં 9955 ખાનગી શાળાઓની છે. જેમાં આરટીઇ હેઠળની ૨૫ ટકા મુજબ 71,396 બેઠકો છે. રાજ્યમાં આરટીઇની 1,76,405 અરજી મંજૂર કરવામાં આવી હતી. 16,629 અરજી અમાન્ય કરવામાં આવી હતી. જાહેર કરવામાં આવેલા પ્રથમ રાઉન્ડમાં 64,463 પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. 6933 બેઠકો પસંદગીના અભાવે ખાલી રહી છે. રાજ્યમાં આરટીઇ હેઠળ શૈક્ષણિક વર્ષ 2022-2023 માટે રેકોર્ડ બ્રેક 1,82,000 ફોર્મ ભરાયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નોંધનીય છે કે ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે જાહેર થયેલી માર્ગદર્શિકા ખોટી મુજબ , માહિતી કે પુરાવાના આધારે પ્રવેશ મેળવનારા બાળકોનો પ્રવેશ રદ કરવામાં આવે છે તેમજ તેવી માહિતી આપવી ગુનાપાત્ર બને છે . તેમજ નબળા અને વંચિત જૂથના વાલીઓનાં બાળકો જ અરજી કરી શક્યા હતા .ચાલુ વર્ષથી આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખ રાખવામાં આવી હતી. ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સ્કેન કરી વેબસાઇટ પર અપલોડ કરવાના હતા. જો અપલોડ કરેલા ડોક્યુમેન્ટ યોગ્ય જણાશે નહીં તો તેના આધારે અરજી રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: BSF Group B Recruitment 2022: BSFમાં સબ-ઇન્સ્પેક્ટર સહિતની ઘણી જગ્યાઓ માટે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Exim Bank Recruitment 2022: એક્ઝિમ બેંકમાં લોન મોનિટરિંગ સહિત અનેક વિભાગોમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article