AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mango Market : સુરતના માર્કેટમાં રત્નાગીરી હાફુસ કેરીનું આગમન, વાવાઝોડાના અસરના લીધે આ વખતે કેસરનો ભાવ રૂ.1500 થી 2000 રહેશે

વાવઝોડાનાં(Cyclone ) અસરના લીધે આ વખતે ઉત્પાદન 50 ટકા જેટલો ઘટી ગયું છે અને ભાવમાં 50 થી 70 ટકા જેટલાનો વધારો થયો છે.હાફૂસની વાત કરીએ તો આ વખતે રૂ 700 થી 1200 ની ડઝન મળશે. જયારે 4 થી 5 હજાર મણ નો ભાવ રહેશે

Mango Market : સુરતના માર્કેટમાં રત્નાગીરી હાફુસ કેરીનું આગમન, વાવાઝોડાના અસરના લીધે આ વખતે કેસરનો ભાવ રૂ.1500 થી 2000 રહેશે
સુરતમાં કેરીનું આગમન, ભાવ સાતમા આસમાને(ફાઈલ ઇમેજ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 8:55 AM
Share

ફળોના (Fruits ) રાજા એટલે કેરી. દર વખતે ઉનાળો (Summer ) આવે એટલે કેરીની (Mango ) સિઝનનો પ્રારંભ થાય. લોકો કેરી ખાવા માટે આતુરતા રાહ જોતા હોય છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો એક તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. ખાવાની પીવાની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે હવે આ વર્ષે સુરતના માર્કેટમાં રત્નાગીરી હાફૂસનો આગમન થઇ ગયુ છે. પરંતુ વાવાઝોડાના અસરના લીધે હાફૂસને મોંઘવારી નડી છે અને તેના ભાવ વધી ગયા છે. દર વર્ષે જે ભાવમાં લોકો કેરી ખાતા હતા તેમાં આ વખતે વધારો રહેશે.

ઉત્પાદન 50 ટકા ઘટ્યું

શહેરના વેપારીઓ કહે છે કે માર્કેટમાં રત્નાગીરી હાફૂસનો આગમન થઇ ગયું છે. પરંતુ વાવઝોડાનાં અસરના લીધે આ વખતે ઉત્પાદન 50 ટકા જેટલો ઘટી ગયો છે અને ભાવમાં 50 થી 70 ટકા જેટલાનો વધારો થયો છે. હાફૂસની વાત કરીએ તો આ વખતે રૂ 700 થી 1200 ની ડઝન મળશે. જયારે 4 થી 5 હજાર મણ નો ભાવ રહેશે. અત્યાર સુધી શહેરમાં મહારાષ્ટ્ર રત્નાગીરી હાફૂસ આવી ગઈ છે કે જોકે વલસાડ, ગીર અને સૌરાષ્ટ્રની પ્રખ્યાત હાફૂસની હજી વીસેક દિવસ સુધી રાહ જોવી પડશે.

એટલું જ નહીં વેપારીઓએ એવું પણ જણાવ્યું હતું કે વાવાઝોડાના અસરના કારણે એક બાજુ કેરીઓ માર્કેટમાં મોડી આવી રહી છે જયારે બીજી બાજુ ઉત્પાદન ઓછો થવાના લીધે ભાવમાં પણ વધારો રહેશે.આ સિવાય કેસર જે કેરીઓમાં સૌથી વધારે મીઠી અને ડિમાન્ડેડ હોય છે તેના ભાવની વાત કરીએ તો જે કેસર દર વર્ષે રૂ 700 જેટલા ભાવ મળતી હતી તે આ વખતે 1500 થી 2000 સુધી પહોંચી જશે.

આમ, કેરી ખાવાના શોખીનોને આ મોંઘવારીમાં કેરીનો સ્વાદ માણવા માટે થોડા વધારે રૂપિયા ખર્ચવાની જરૂર પડશે. કારણ કે એકતરફ મોંઘવારીએ માઝા મૂકી છે, અને બીજીતરફ દરેક વસ્તુમાં ભાવવધારો થઇ રહ્યો છે. જોકે કેરી ખાવાના શોખીન લોકોની વાત કરીએ તો તેઓ આતુરતાથી રાહ જોઈ રહયા છે અને ભલે મોંઘી હોય પરંતુ વર્ષમાં કે વાર આવતી કેરીનો સ્વાદ ચાખશે જરૂર.

આ પણ વાંચોઃ IPL 2022 : હૈદરાબાદના ફિલ્ડરે વીજળી જેવી ઝડપ બતાવી, એક હાથે પકડ્યો શુભમન ગિલનો કેચ, જુઓ વીડિયો

આ પણ વાંચોઃ  અમદાવાદ : 130થી વધુ લોકોને સસ્તી વસ્તુ ઓનલાઇન મંગાવી આપવાના બહાને છેતરપિંડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">