Surat: આ નાનકડા ટાબરીયાએ અંગ્રેજી ભાષામાં લખી કાઢી 83 પાનાની ‘ભગવદગીતા’

|

Jul 16, 2021 | 9:50 PM

Surat: હાલ શાળામાં ઓનલાઈન અભ્યાસ (Online Education) ચાલી રહ્યો છે, ત્યારે બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટરની દુનિયામાં ખોવાયેલા રહે છે. ત્યાં સુરતમાં રહેતા અને વાંચનનો ગજબનો શોખ ધરાવતા 8 વર્ષીય બાળકે કામ કરી બતાવ્યું છે જે સાંભળીને તમે પણ દંગ થઈ જશો.   સુરતના પારલે પોઈન્ટ (Parel Point) વિસ્તારમાં રહેતા અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા 8 […]

Surat: આ નાનકડા ટાબરીયાએ અંગ્રેજી ભાષામાં લખી કાઢી 83 પાનાની ભગવદગીતા
Riyansh Patodiya

Follow us on

Surat: હાલ શાળામાં ઓનલાઈન અભ્યાસ (Online Education) ચાલી રહ્યો છે, ત્યારે બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટરની દુનિયામાં ખોવાયેલા રહે છે. ત્યાં સુરતમાં રહેતા અને વાંચનનો ગજબનો શોખ ધરાવતા 8 વર્ષીય બાળકે કામ કરી બતાવ્યું છે જે સાંભળીને તમે પણ દંગ થઈ જશો.

 

સુરતના પારલે પોઈન્ટ (Parel Point) વિસ્તારમાં રહેતા અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા 8 વર્ષીય બાળક રિયાંશ પાટોડીયા (Riyansh Patodiya)ને વાંચનનો બહુ શોખ છે. તેના પિતા પણ રોજ ભગવદગીતા (Bhagavad Gita) વાંચતા આવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

જોકે પિતા પાસેથી મળેલી આ ભેટને રિયાંશે સાર્થક કરી છે. સુરતના રિયાંશે માત્ર 3 મહિનામાં અંગ્રેજી ભાષામાં ભગવદગીતા લખી છે. જેનું નામ આપવામાં આવ્યું છે ‘Discover of The Arjuna within you’ સૌથી પહેલા તેણે ભગવદગીતા વાંચી હતી પણ ગીતાના સાર સમજવા અઘરા હોય તેણે સરળ ભાષામાં ગીતા લખવાનું નક્કી કર્યું. રિયાંશનું કહેવું છે કે આપણી અંદર અર્જુન અને દુર્યોધન બન્ને રહેલા છે.

 

સારા કાર્યો આપણને અર્જુન કરાવે છે, જ્યારે ખરાબ કાર્યો દુર્યોધન કરાવે છે પણ આપણે આપણા અંદર રહેલા અર્જુનને સમજવો અને શોધવો જરૂરી છે. રિયાંશને આ ગીતા લખવા બદલ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન પણ મળ્યું છે. માત્ર 8 વર્ષની ઉંમર જ્યારે નાના બાળકો રમકડાં માટે જીદ કરે છે. ત્યારે રિયાંશે આટલી નાની ઉંમરમાં ગીતાના સાર સમજીને તેને પોતાના વર્તનમાં ઉતારીને ગીતાના અર્થને સાર્થક કર્યું છે.

 

આ પણ વાંચો: Gujarat : મુખ્યમંત્રીનો કોર કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય, 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની સમયમર્યાદા 31 જુલાઇ સુધી લંબાવાઇ

 

આ પણ વાંચો: બોલો, સમોસા ત્રિકોણ જ કેમ આવે ? સમોસા ભાવતા હોય તો આ લેખ તમારે વાંચવો જોઈએ, ન ભાવતા હોય તો ખાસ વાંચવો જોઈએ

Next Article