બોલો, સમોસા ત્રિકોણ જ કેમ આવે ? સમોસા ભાવતા હોય તો આ લેખ તમારે વાંચવો જોઈએ, ન ભાવતા હોય તો ખાસ વાંચવો જોઈએ

માણસોમાં Feeling આવે તો સમોસામાં Filling આવે પણ એ ફિલીંગમાં એવું શું આવે જે પંજાબી, બિહારી, ઈરાની, ચાઈનીઝ સમોસાને અલગ કરે છે ?

બોલો, સમોસા ત્રિકોણ જ કેમ આવે ? સમોસા ભાવતા હોય તો આ લેખ તમારે વાંચવો જોઈએ, ન ભાવતા હોય તો ખાસ વાંચવો જોઈએ
Follow Us:
Raajoo Megha
| Edited By: | Updated on: Jul 16, 2021 | 8:47 PM

ત્રિકોણ આકારનું નાક ધરાવનારને આવો સવાલ થાય એવું નથી, આ તો ચોરસ ચહેરાવાળાને પણ સવાલ થવાનો, પણ મિત્રોંઓઓઓ. તમે ચોરસ, ચાઈનીઝ સમોસા નથી જોયા ? અને મુરબ્બી, તમારી જાણ ખાતર કહી દઉં કે રાઉન્ડ સમોસા પણ આવે જ છે. કોઈ બનાવે કે નહીં પણ હું તો એ બનાવું જ છું. રહી વાત ત્રિકોણની તો મધ્ય એશિયાથી ટ્રાવેલ કરીને આવેલા આ સમોસા પ્રવાસીઓ નાઈટ હોલ્ટ વખતે કેમ્પ ફાયરમાં બનાવતા અને તેનું ફિલિંગ પણ પટ્ટીમાં ભરવું સરળ હતું. ઉપરથી બીજા દિવસે નાસ્તામાં લઈ જવા આસાનીથી પેક કરીને ડબ્બામાં પણ ભરીને સરળતાથી લઈ જઈ શકાય એવા હતા, એટલે તેનો શેપ ત્રિકોણ હોવાનું કહેવાય છે.

હવે એની કોઈ ઓથેન્ટીક વિગતો નથી પણ આ કારણ સમોસાની જેમ ગળે ઉતરે એવું તો છે..ખેર, મુળ મુદ્દા પર આવીએ તો અમદાવાદમાં રહેતાં લોકોને નવતાડના સમોસાનું નામ બોલો એટલે નાક છેક ઘી કાંટા વિસ્તારમાં આવેલી જૂની દુકાન પર લઈ જાય. હવે જેણે પહેલેથી બિહારી કે પંજાબી જેવા મોટ્ટા સમોસા ખાધા હોય એમને તો આ નાનકડા સમોસા, કે સમોસી જે કહો એ કોલેજમાં ભણતી નાની બહેન કે ભાઈ જેવા લાગી શકે.

નાના સમોસામાં ફિલિંગ અલગ પ્રકારનું હોય છે. અરે ભઈ, માણસોમાં જેમ અલગ અલગ પ્રકારની feeling હોય એમ આ લોકોમાં (એટલે સમોસામાં યાર!) filling અલગ અલગ પ્રકારની જોવા મળે. જેમ કે કોઈ બટાકા ભરે, કોઈ ચણાની દાળ અને કાંદા ભરે તો કોઈ વટાણા ભરે. તમારામાંથી કેટલાને એ ખબર છે કે સુરતમાં પૌંવાના સમોસા પણ મળે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હાં, ભઈ હાં. અઠવાગેટ પર આવેલી સાઉથ ઈન્ડિયન હોટલમાં તમે જાઓ તો પૌઆ અને કાંદાના મિશ્રણ સાથેના મસ્ત થોડા એટલે હળવો સ્વીટ સ્વાદ ધરાવતા સમોસા મળે એને તમે સાંભાર અને કોપરાની ચટણી સાથે જમાવો તો મોજ તો પડે. હું ય કોલેજમાં એ ખાતો. સુરતમાં વળી ભાગળ પર ચેવલીના ભજીયા મળતાં એમાં સમોસા, બટાકાપુરીને ગોટા એવું બધું મિક્સ આવતું પણ એના સમોસા અગેઈન જાલિમસિંગ જેવા, જોરદાર.

નવતાડના સમોસા નામ ક્યાંથી આવ્યું ? અમદાવાદમાં જેમ નવતાડના સમોસા જાણીતા છે એમ સુરતમાં સિન્ડિકેટના સમોસા પણ ભારે વખણાય છે..બંનેના સ્વાદમાં ગજબનો ફેર. નવતાડના સમોસા સોનુ નિગમ જેવા સોબર અને સીધા સાદા લાગી શકે જ્યારે સિન્ડિકેટના સમોસા હાઈ પીચ પર ગાતા સુખવિન્દર જેવા ચટાકેદાર લાગે.

બાય ધ વે નવતાડનું નામ કેમ પડ્યું તો કે ભઈ પહેલાં જ્યાં તાડના ઝાડ ઉગેલા હતા અને એ પણ પૂરા નવ. એટલે નવ તાડના ઝાડની નીચે આ સમોસા વેચાતા. એટલે એનું નામ નવતાડના સમોસા પડી ગયું. તો સુરતના સિન્ડિકેટ સમોસાની હિસ્ટ્રી ઓર મજેદાર છે. એક ભાઈ લારી લઈને સિન્ડિકેટ બેંકની રિંગરોડ પાસેની બ્રાન્ચ આગળ ઉભા રહેતાં હતાં અને ધીમે ધીમે બેંકનું તો ખબર નહીં શું થયું પણ સમોસા સિન્ડિકેટના નામે ચાલી નીકળ્યા.

આજે પણ એ રિંગરોડ પર ટેક્સટાઈલ માર્કેટની સામે ભરપૂર વેચાય છે. અચ્છા આ પૌંવા સમોસાની સાથે સાંભાર, કોપરાની ચટણી અપાય તો નાની સમોસી આઈ મીન નાના સમોસા આમલી-ખજૂર-ફૂદીના કોથમીર મરચાની ચટણી સાથે અપાય છે.

પંજાબી, બિહારી, ઈરાની સમોસા ! બિહારી અને પંજાબી માણસો આપણને જોતાં જ ખબર પડી જાય પણ સમોસાને ઉપરથી જોતાં ખબર ન પડે કે ભાઈ (એટલે કે સમોસા) પંજાબી છે કે બિહારી ? બેઉ મોટા પડછંદ, પરંતુ પેલામાં પેલું હોય અને પેલામાં પેલું. એટલે કે બિહારી સમોસામાં આલુ જ હોય (જબ તક સમોસે મેં રહેગા આલુ, તબ તક બિહારમેં રહેગા લાલુ !, યાદ છે ને?) જ્યારે પંજાબ સમોસામાં આલુ સાથે મટર પણ હોઈ શકે છે. સાઉથ ઈન્ડિયામાં ખાસ તો હૈદરાબાદમાં ઈરાની સમોસા મળે છે. જેમાં કાંદાની સાથે કોબીજ, ગાજર, કેપ્સીકમ, મરચાં, કોથમીર, ચાટ મસાલા વગેરે ઉમેરાય, સ્ટ્રીટ ફૂડ તરીકે એ ચપોચપ વેચાય છે.

આજકાલ આ ચાઈનીઝ સમોસામાં વળી નુડલ્સ ભરવાનું આ લોકોએ જબરું ચલાવ્યું છે. ‘વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો’ની જેમ આપણે કહેવું પડશે. ચાઈનીઝ સમોસામાં તમતમારે નુડલ્સ ભરો !

સમોસાનો જન્મ ક્યાં થયેલો ? હવે પછીની વાત સાંભળતા પહેલાં એક ગ્લાસ લીંબુ શરબત પી લો. કેમકે એ જાણીને તમને ચક્કર આવી શકે છે. ગાંધીજીનો જન્મ ક્યાં થયેલો ? એ પૂછીએ તો તરત તમે આંગળી ઉંચી કરશો પણ સમોસાનો જન્મ ક્યાં થયો એવું પૂછીશ તો હમણા પાછલી બેન્ચ પર જઈને બેસી જશો. આ આપણા સમોસા આજકાલના નથી. મુરબ્બી સમોસાનો જન્મ દક્ષિણ એશિયાના દેશોમાં 10મી સદી પહેલાં થયો હોવાનું મનાય છે. જરા વિચારો કેટલી જૂની આ વાનગી છે.

અમીર ખુશરો નામના દિલ્હી સલ્તનતના વિદ્વાન રાજકવિએ સને 1300માં લખ્યું હતું કે રાજાઓ અને રાજવીઓ માંસ, કાંદા, મસાલા વગેરેથી બનતા સમોસા ખૂબ પસંદ કરતાં તો ઈબ્ને બતૂતા નામના 14મી સદીના પ્રવાસીએ તેના વર્ણનમાં લખ્યું છે કે ભાઈશ્રી મોહંમદ-બિન-તુઘલખના એટલે કે મોહંમદ તુઘલખ તરીકે જાણીતા શાસકના દરબારમાં પણ તેણે એ સમુશક એટલે કે સમોસા જોયેલા. તે એણે ભલે જોયેલા આપણે એમના મોં જોવાના છે ? ના તમારે અહીં છપાયેલા સમોસાના ફોટા જોવાના છે, ને પછી તાત્કાલીક ઓર્ડર કરીને મગાવવાના છે, અને જાતે બનાવતા આવડતું હોય તો બનાવીને ખાવાના છે. ખ્યાલ આયો ?

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">