સુરતના રત્નકલા એક્સપોર્ટ ઉપર આવકવેરાનું સર્ચ ઓપરેશન પૂર્ણ, આટલા કરોડના બેનામી હિસાબો મળ્યા

|

Sep 26, 2021 | 10:05 AM

સુરતના રત્નકલા એક્સ્પોર્ટમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગની ચાર દિવસની તપાસમાં 518 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા છે.

સુરતના(Surat) રત્નકલા એક્સ્પોર્ટમાં આવકવેરા વિભાગે દરોડા (IT Raid)પાડ્યા હતા. આવકવેરા વિભાગની ચાર દિવસની તપાસમાં 518 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જયારે ITને 90 કરોડના હીરાનો સ્ક્રેપ રોકડમાં વેચ્યાના પુરાવા મળ્યા છે. તો 3.5 કરોડની રોકડા અને બે કરોડની જ્વેલરી જપ્ત કરી છે. આવકવેરા વિભાગે 10.89 કરોડના બિનહિસાબી હીરા મળ્યાં છે. આવકવેરા વિભાગે 10 બેંક લોકર સીલ કર્યા છે.

આવકવેરા વિભાગે દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક સહિતના ડેટાની પણ ચકાસણી હાથ ધરી છે. તેમજ રત્નકલા એક્સપોર્ટ પાસે રોકડેથી હીરા ખરીદનાર 500 વ્યક્તિની યાદી બનાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતની ઈન્કમટેકસ વિભાગની ઈન્વેસ્ટીગેશન વિંગ એક્શનમાં આવી હતી. જેમાં ગુરુવારે હીરા ઉત્પાદન અને એક્સપોર્ટ કરતી કંપની પર દરોડા પાડયા હતા. સુરત નવસારી મુંબઈ સહિત કુલ 5 શહેરોના 20 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 50 અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી.

આ કંપની પર કરચોરીની આશંકા હોવાથી આ રેડ કરવામાં આવી હતી. જેમાં કંપનીના સંચાલકોના ઘરે અને કર્મચારીના ઘરે રેડ પાડવામાં આવી હતી. હીરા ઉદ્યોગની કંપની પર કરેલી રેડ બાદ તપાસનો રેલો મોરબી સુધી પહોંચ્યો હતો. મોરબીમાં સિરામિક ઉદ્યોગના એક ગ્રુપ પર આયકર વિભાગની ટીમ દ્વારા સર્ચ સરવે અને ક્રોસ તપાસ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ, ડીસામાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચો : ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું સમારકામ કરવા કોંગ્રેસ ધારાસભ્યની માંગ, આંદોલનની ચીમકી

Published On - 9:58 am, Sun, 26 September 21

Next Video