International Yoga Day : આજે એટલે કે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરે છે. આજની ભાગદોડભરી જિંદગી અને તણાવમાં તન અને મનને સ્વસ્થ રાખવાનો એકમાત્ર ઉપાય એટલે યોગ છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ચોથા માળે ઘરની બારી માંથી નાની બાળકી નીચે પટકાતા મોત નીપજયું
આ વખતે 1.25 લાખથી વધુ લોકો એકસાથે યોગ માટે જોડાયા છે. અને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા છે. ત્રણેય બાજુઓથી 5 કિ.મી.ને આવરી લેતા મુખ્ય માર્ગ પર વાય જંકશન ખાતે આયોજિત કાર્યક્રમમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, ઉદ્યોગ જગતના લોકો, ગૃહિણીઓ અને કામ કરતી મહિલાઓ સહિત અન્ય લોકો પણ જોડાશે. સવા લાખ લોકો એક સાથે યોગ કરવાના હોવાથી વાય જંકશન સુધીનો સમગ્ર BRTS રૂટને ગ્રીન કોરિડોર બનાવી દેવામાં આવ્યો છે. અત્યારસુધી 26 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ.
દર ચાર વર્ષે યોજાતી નેશનલ ગેમ્સમાં ગત વર્ષે યોજાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ટ્રેડિશનલ યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ એથ્લેટ બનેલા પૂજાબેને બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા છે. વિશ્વમાં યોગનો ડંકો વગાડનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા તેમના પિતા ઘનશ્યામભાઈ અને પૂજાબેન યોગને માનવ કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ માને છે અને ભારતીય સંસ્કૃતિને યોગ દ્વારા ઘર ઘર સુધી પહોંચાડવાના વડાપ્રધાનના પ્રયત્નને આગળ ધપાવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
આજે સુરત ખાતે યોજાનારા રાજ્ય કક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં પૂજા પટેલ પણ યોગ નિદર્શન કરશે. પોતાની આ સિદ્ધિ અને પ્રતિભાનો યશ પૂજાબેન પટેલ પોતાના ખેડૂત પિતા અને ગુરુ ઘનશ્યામભાઈને તો આપે જ છે પણ આ સાથે તેમને આ મુકામ પર પહોંચાડનારા ઘણા લોકોને સફળતાના યશભાગી ગણાવે છે. વર્ષ 2008માં જાહેરમાં યોગ કર્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા ખેલ મહાકુંભ તેમની આવડત અને ઈચ્છાને અવકાશ આપનારો અવસર બન્યો.
Published On - 6:51 am, Wed, 21 June 23