સુરતમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે, તમામ તૈયારીઓ પૂર્ણ

|

Jun 28, 2022 | 6:22 PM

સુરતમાં ઇસ્કોન મંદિરની રથયાત્રા સૌથી મોટી માનવામાં આવે છે અને આ રથયાત્રા 15 કિલોમીટર સુધી નગરમાં ભ્રમણ કરે છે. રથ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.

સુરતમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે, તમામ તૈયારીઓ પૂર્ણ
Surat rathyatra preparations

Follow us on

દર વર્ષે અષાઢી બીજના દિવસે રાજ્યભરમાં ભગવાન જગન્નાથ (Lord Jagannath) ની રથયાત્રા (rathyatra) નીકળે છે. અમદાવાદ અને ભાવનગર બાદ સુરત (Surat) ની રથયાત્રા પણ ખુબ મોટી ગણવામાં આવે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતાં હોય છે. આ વર્ષે શુક્રવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા છે. હવે રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રથયાત્રાની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. અમદાવાદ બાદ સુરતમાં ઇસ્કોન મંદિરની રથયાત્રા સૌથી મોટી માનવામાં આવે છે અને આ રથયાત્રા 15 કિલોમીટર સુધી નગરમાં ભ્રમણ કરે છે. રથ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા માટે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલદેવ અને તેમની બહેન સુભદ્રાના રથને રંગોરોગન થઇ ગયો છે. સાથે ભગવાનને પહેરાવવા માટે સ્પેશિયલ વાઘાં પણ તૈયાર કરવામાં આવ્યા છે જે એક વાઘાં દોઠ લાખના તૈયાર કરવામાં આવ્યા છે.

સુરતની ઇસ્કોન મંદિરની આ વર્ષે 26મી રથયાત્રા છે. ત્યારે હવે મંદિર પ્રશાશન દ્વારા પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મંદિર પ્રશાશન દ્વારા પ્રસાદ અને જગન્નાથની રથયાત્રા માટેની ઝાંખી પ્રદશન કરવામાં આવશે તેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાને કારણે બે વર્ષ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી ત્યારે આ વર્ષે બે વર્ષ બાદ જગન્નાથની રથ યાત્રા નીકળશે. ત્યારે તેને લઈને મંદિર પ્રશાશનની સાથે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે અને માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથના દર્શન કરવાથી અને તેમના રથને ખેંચવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ત્યારે હવે આ વર્ષે સુરતમાં 10 લાખથી વધુ લોકો આ જગન્નાથ રથયાત્રાના દર્શન કરશે તેવું માનવામાં આવી રહ્યુ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુરતના રથ યાત્રાની વાત કરવામાં આવે તો બપોરના 3 વાગે સુરતના રેલવે સ્ટેશનથી આ રથ નીકળશે અને બાદમાં રિંગરોડથી નીકળી બાદમાં અઠવા ગેટ, અડાજણ જહાંગીરપુરથી મંદિર પરિસરમાં પ્રવેશ કરે છે. જ્યારે બીજી બાજુ શહેરમાં અન્ય મંદિરો અને સંસ્થાઓ પણ રથયાત્રા કાઢે છે તેમં પણમોટી સખ્યામાં લોકો જોડાય છે. તેથી સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Next Article