AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Weather : દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 72 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 5 ઈંચ, જુઓ Video

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના વાપીમાં સવા 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

Gujarat Weather : દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, 72 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 5 ઈંચ, જુઓ Video
| Updated on: Jul 01, 2026 | 6:31 PM
Share

ગુજરાત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. રાજ્યભરના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં નોંધાયો છે, જ્યાં સવા 5 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વલસાડના ઉમરગામમાં પણ 3.62 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં 3.43 ઈંચ અને માળિયાહાટીનામાં 3.19 ઈંચ વરસાદ સાથે આ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ 21 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આજે રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગના જિલ્લાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે ચોમાસું તેની પકડ જમાવી રહ્યું છે. જોકે, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હજુ પણ જોઈએ તેવો વરસાદ થયો નથી અને ત્યાંના લોકો મેઘમહેરની રાહ જોઈ રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 1 થી 7 જુલાઈ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં અતિભારેથી પણ વધુ વરસાદ નોંધાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે આગામી પાંચ દિવસ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ અને રેડ એલર્ટ યથાવત રહેશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી થન્ડરસ્ટોર્મની પણ આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતા હોવાથી દરિયો તોફાની બનશે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

જર્મનીમાં કેમ 40 ડિગ્રીએ જ હાહાકાર ! યુવતીએ ખોલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ..

Follow Us
રાજ્યભરમાં 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર
રાજ્યભરમાં 24 કલાકમાં 173 તાલુકામાં મેઘમહેર
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
આજે ચમકશે આ રાશિઓનું ભાગ્ય, જુઓ 22 જુલાઈનું રાશિફળ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
અમદાવાદ: ACB ના DIG સાથે ₹61 લાખની ઠગાઈ, ફ્લેટ સોદામાં દંપતી સામે કેસ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
વાયરલ વિડીયોમાં શખ્સનું અનોખું ટેલેન્ટ જોઈ લોકો દંગ
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
સુરતમાં ખાડીનો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમીનો ફેરો કરવા મજબુર
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
અમદાવાદના ઘુમા વિસ્તાર બાદ ઝુંડાલમાં દેખાયો દીપડો, સ્થાનિકોમાં ફફડાટ
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
ડાંગમાં સોળે કળાએ ખીલી ઉઠી પ્રકૃતિ, શંકર ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ચાંદખેડામાં દીપડો દેખાયાનો દાવો
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
અમદાવાદમાં ગંદકીનાં લીધે મેકડોનલ્ડને સીલ મારવામાં આવ્યુ
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
વડોદરાથી ભરૂચ સુધીની મુસાફરી થઈ મોંઘી ! આજથી ટોલ ટેક્સમાં 5% વધારો
g clip-path="url(#clip0_868_265)">