Surat માં વેચાઇ રહી છે સોનાની વરખવાળી સૌથી મોંધી મીઠાઇ, જાણો તેની વિશેષતા
સોનેરી વરખવાળી મીઠાઈ જોતા જ ગ્રાહકના મુખમાં પાણી આવી જાય. આ મોંઘી મીઠાઈ સૂકા મેવાથી બની છે અને તેના પર ચડાવાયું છે સોનાનું વરખ અને તે પણ 24 કેટેરનું શુદ્ધ સોનાનું
ખાણીપીણી માટે પ્રખ્યાત એવા સુરત(Surat)શહેરમાં મળી રહી છે 9 હજાર રૂપિયાની એક કિલો મીઠાઇ(Sweet)સોનેરી વરખવાળી મીઠાઈ જોતા જ ગ્રાહકના મુખમાં પાણી આવી જાય. પરંતુ એના ભાવ સાંભળતા કદાચ પસીનો છૂટી જાય. આ મોંઘી મીઠાઈ સૂકા મેવાથી બની છે અને તેના પર ચડાવાયું છે સોનાનું વરખ અને તે પણ 24 કેરેટનું શુદ્ધ સોનાનું
જો કે ધનાઢ્ય વર્ગના સુરતીઓ એક કિલોના 9 હજાર રૂપિયા આપવા માટે પણ ખચકાતા નથી. મીઠાઇ વિક્રેતાનું કહેવું છે કે, તેઓ ગ્રાહકોને આ વર્ષે કંઇક નવું આપવા માગે છે. એટલે સોનાના વરખવાળી આ મીઠાઇ બનાવી છે. આ મીઠાઈ આરોગ્યવર્ધક હોવાથી આવી મીઠાઇની ખરીદી થઇ રહી છે.ખાસ કરીને વિદેશમાંથી આ મીઠાઈ માટે ઓર્ડર આવે છે.
આ પણ વાંચો : Elon Musk Salary: 2020માં એલન મસ્કનો પગાર Zero હતો, ટેસ્લા કંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું આ કારણ
આ પણ વાંચો : TECHNOLOGY : Gmail પર આ 7 સ્ટેપથી કરો ડેસ્કટોપ બ્રાઉઝર અને મોબાઈલ એપ પર ઇમેઇલ શેડ્યૂલ