Surat : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને મોતને વ્હાલુ કર્યું, સુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર વાયરલ

|

Aug 08, 2022 | 12:36 PM

સુસાઈડ નોટમાં પ્રવિણે કહ્યું છે કે, મેં જેમને કરોડો રૂપિયા આપ્યા છે તેઓ પરત નથી આપી રહ્યા અને મારી પાસેથી રૂપિયા માગનારા લોકો મને ત્રાસ આપી રહ્યા છે. 

Surat : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને મોતને વ્હાલુ કર્યું, સુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર વાયરલ
Man attempts suicide

Follow us on

સુરતમાં (Surat) વધુ એક વ્યક્તિ વ્યાજના વિષચક્રમાં ફસાયો અને મોત વ્હાલુ કરી લીધું.સુરતના કતારગામ વિસ્તારમાં (katargam) પ્રવિણ કુંભાણી નામના શેર દલાલે સાતમાં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું છે. આત્મહત્યા કરતા પહેલા પ્રવિણે એક સુસાઈડ નોટ લખી હતી અને પોતાના સોશિયલ મીડિયા (Soical media) પ્લેટફોર્મ પર પોસ્ટ કરી હતી. જેમા તેણે વ્યાજખોરોના ત્રાસથી અંતિમ પગલું ભરતો હોવાનો ઉલ્લેખ કર્યો છે.  સુસાઈડ નોટમાં પ્રવિણે કહ્યું છે કે, મેં જેમને કરોડો રૂપિયા આપ્યા છે તેઓ પરત નથી આપી રહ્યા અને મારી પાસેથી રૂપિયા માગનારા લોકો ત્રાસ આપી રહ્યા છે.  સાથે જ પરિવારને ન્યાય અને વળતર અપાવવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને (Harsh sanghavi) અપીલ પણ કરી છે.

સુસાઈડ નોટમાં ન્યાય માટે પણ અપીલ કરી

સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે, હું દેવામાં આવી ગયો છું મેં શેરબજાર (Share market) અને લોકોને વ્યાજે પૈસા અપાવ્યા હતા. એ લોકો મને મારા પૈસા પરત આપી રહ્યા નથી. એ લોકોને મેં લાખો રૂપિયા આપ્યા છે. હવે મારી પાસે પૈસા નથી. આ લોકો મારી પાસેથી પઠાણી ઉઘરાણી કરે છે. આ લોકોના દબાણથી ઉઘરાણી ચાલુ કરી છે, એટલે મેં આ પગલું ભર્યું છે.  મેં વ્યાજે લીધેલા પૈસા શેરબજારમાં ભર્યા છે, આ લોકોને ભરવા માટે કઈ નથી.

મારા પરિવારની સલામતી માટે આ પગલું ભર્યું છે.  હું બધાના નામ લખું છું, આ બધાને લીધે હું આવું કરવા માટે મજબૂર થયો છું.  આ લોકોએ મને બહું હેરાન કર્યો છે. મારી પોલીસ ખાતાને (Police department) વિનંતી છે કે, આ લોકોને ખરાબ સજા થવી જોઈએ અને મારા પરિવારને ન્યાય મળવો જોઈએ, નહીંતર મારા પરિવારને આ લોકો પાસેથી વળતર અપાવજો.

Published On - 12:33 pm, Mon, 8 August 22

Next Article