ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ઓડિશામાં આલીશાન બંગલો અને બેન્ક એકાઉન્ટ સીઝ કરાયાં

પાંધી બંધુઓ સુરતમાં ચાર કેસ અને આખા ગુજરાતમાં 11 કેસમાં વેન્ટેડ હતા. સુનિલને માર્ચ 2021માં પકડવામાં આવ્યો હતો તે અત્યારે સાબરમતી જેલમાં છે. ઓડિશામાં બેને ભાઈઓની ગાંજામમાં આવેલી 2.5 કરોડની મિલકત સીઝ કરાઈ છે અને તેમના એકાઉન્ટમાં પડેલા 26 લાખ રૂપિયા પણ સીઝ કરાયા છે.

ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ઓડિશામાં આલીશાન બંગલો અને બેન્ક એકાઉન્ટ સીઝ કરાયાં
Gujarat Police action on drug mafia
TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Apr 23, 2022 | 10:09 AM

ગુજરાત (Gujarat) ના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પોલાસે પર્દાફાશ કર્યો છે. ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓડિશા (Odisha) ના ગંજામમાં ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસ (Police) એ સકંજો કસ્યો છે. ગાંજાના મુખ્ય સપ્લાયર અનિલ પાંધી સામે કાર્યવાહી કરીને ગંજામમાં આવેલો તેનો આલીશાન બંગલો સીઝ તકરી દીધો છે. અનિલ પાંધીનો ભાઈ સુનિલ હાલ સાબરમતી જેલમાં બંધ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે STF સાથે મળીને કરી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓડિશામાં પાંધી ઉપરાંત અન્ય એક ડ્રગ સ્મગલરની સંપત્તિ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અનિલ પાંધી ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરીના 11 કેસમાં વોન્ટેડ છે. તેમાંથી સાત કેસ સુરતમાં છે, જેમાં વરાછા પોલીસ સ્ટેશનમાં બે કેસ, સુરત રેલવે પોલીસ સ્ટેશન (જીઆરપી) દ્વારા બે કેસ અને લિંબાયત, કતારગામ અને પલાસણા પોલીસ સ્ટેશનમાં એક-એક કેસનો સમાવેશ થાય છે. અમદાવાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં બે NDPS, ગ્રામ્ય રાજકોટના કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં એક અને જૂનાગઢના બિલખા પોલીસ સ્ટેશનમાં વધુ એક કેસ દાખલ છે. અનિલ પાંધી પર રૂ. 1.73 કરોડની કિંમતના 2,127.56 કિગ્રા (2.1 ટન) વજનના ગાંજાની દાણચોરીનો આરોપ છે.

ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું હતું કે, અનિલ પાંધી બંને રાજ્યોમાં ડ્રગ્સની દાણચોરી, ખાસ કરીને ગાંજાના અનેક આરોપોમાં વોન્ટેડ છે. અમે ઓડિશામાં અધિકારીઓ સાથે વાત કરી હતી જેમણે અમને NDPS એક્ટ હેઠળ તેમની મિલકતો પર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. અમે રાજ્યમાં ડ્રગની દાણચોરીને રોકવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

સુરત ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર. આર. સરવૈયાએ જણાવ્યું કે સુનિલ અને અનિલ પાંધી સુરતમાં ચાર કેસ અને આખા ગુજરાતમાં 11 કેસમાં વેન્ટેડ હતા. સુનિલને માર્ચ 2021માં પકડવામાં આવ્યો હતો તે અત્યારે સાબરમતી જેલમાં છે. ઓડિશામાં બેને ભાઈઓની ગાંજામમાં આવેલી 2.5 કરોડની મિલકત સીઝ કરાઈ છે અને તેમના એકાઉન્ટમાં પડેલા 26 લાખ રૂપિયા પણ સીઝ કરાયા છે.

આ પણ વાંચોઃ Mehsana: વડનગરના 2 હજાર વર્ષ જૂના મંદિરનો થશે જીર્ણોદ્ધાર, 4.22 કરોડના ખર્ચે ગર્ભગૃહ, સભા મંડપ, શિખરની કામગીરી કરવામાં આવશે

આ પણ વાંચોઃ  હરિધામ સોખડામાં વધુ એક વિવાદ સામે આવ્યો, સરલ સ્વામીએ શારીરિક શોષણ કર્યું હોવાની સુરતના યુવકે ફરિયાદ નોંધાવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati