ગુજરાતમાં વનરક્ષકના કથિત પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીએ આપ્યું આ નિવેદન

હાલ તો પેપર ફૂટ્યાના આક્ષેપ થયા હોવાનું સરકાર જણાવી રહી છે ત્યારે આ મામલે તપાસ કરવાની પણ સરકારે વાત કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવામાં પેપર ફૂટ્યુ હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી.

ગુજરાતમાં વનરક્ષકના કથિત પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીએ આપ્યું આ નિવેદન
Gujarat Education Minister Jitu Vaghani
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:52 PM

સુરતમાં ખાનગી કૉલેજના ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ(Jitu Vaghani)  કથિત રીતે વનરક્ષક પરીક્ષાનું (Vanrakshak  Exam)  પેપર લિક (Paper Leak)  થવાની બાબતને નકારી છે. તેમજ કહ્યું કે મહેસાણામાં અઢી કલાક પછી પેપર બહાર આવ્યું છે.તેમ છતાં સમગ્ર બાબતે તપાસ કરવામાં આવશે. તેમજ લેખિત પરીક્ષા તમામ યોગ્ય રીતે આપી શકે તેવી વ્યવસ્થા પણ કરાઈ છે. તેમજ કોઈને આ બાબતે આરોપ કરવા હોય તો સરકાર પાસે આવે .જો કે હાલ તો પેપર ફૂટ્યાના આક્ષેપ થયા હોવાનું સરકાર જણાવી રહી છે ત્યારે આ મામલે તપાસ કરવાની પણ સરકારે વાત કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવામાં પેપર ફૂટ્યુ હોવાની વાત વાયુવેગે પ્રસરી હતી.

વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપો થયા હતા .શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાના આક્ષેપો થયા છે.જેમાં પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળ ના લેટર પેડ ઉપર પ્રશ્નપત્ર ના જવાબ ફરતા થયા હતા અને 10નંબર ના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યોહતો તેવી માહિતી આક્ષેપો સાથે આપી છે. રૂમમાં જવાબ સાથે આવતા નિરીક્ષકે પકડતા ભાંડો ફૂટ્યો હતો જો કે આ મામલે અન્ય પરિક્ષાર્થીઓએ મચાવ્યો હોબાળો હતી.

પરીક્ષાના જવાબ સ્કૂલના લેટર પેડ ઉપર કોણે સોલ્વ કર્યા તે એક સવાલ ઉભો થયો છે ત્યારે હાલ આ મામલે સરકાર દ્વારા પર તપાસ કરવાની વાત કરવામાં આવી છે ત્યારે સત્ય કેટલું છે. તેમજ તે તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.જ્યારે પણ ગુજરાતમાં પેપર લીક થાય કે ફૂટવાની વાત સામે આવે ત્યારે માત્ર તપાસ કરવાની વાતો કરવામાં આવતી હોય છે હવે ફરી એક વખત આ પેપર ફોડ્યાની વાત સામે આવી જોવાનું રહ્યું કે શું સરકાર તપાસ કરશે અને કરશે તો કેટલા સુધી તપાસ પહોંચશે.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

આ પણ વાંચો : ગુજરાત કથિત વનરક્ષક પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા

આ પણ વાંચો : ગુજરાતમાં વનરક્ષક પરીક્ષાનું પેપર લીક થવાની આશંકા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આપી આ પ્રતિક્રિયા

g clip-path="url(#clip0_868_265)">