Surat : ગ્રીષ્માના હત્યારાને સજા, જાણો આરોપી ફેનિલને સજા સુધી પહોંચાડવા માટે ક્યા અધિકારીઓનો રહ્યો દબદબો

|

May 05, 2022 | 2:20 PM

રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઇ અને આ કેસની ઝડપી તપાસ થાય તે માટે સૂચન કર્યું હતું, જેના આધારે સુરત જિલ્લાના રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયન દ્વારા SITની(Special Investigation Team)  રચના કરવામાં આવી હતી.

Surat : ગ્રીષ્માના હત્યારાને સજા, જાણો આરોપી ફેનિલને સજા સુધી પહોંચાડવા માટે ક્યા અધિકારીઓનો રહ્યો દબદબો
Surat Police

Follow us on

Surat :  સુરતની ચકસારી ઘટના ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Case) કોર્ટ મોટો ચૂકાદો આપ્યો છે અને આરોપીને ફાંસની સજા સંભળાવીને એક મહત્વપૂર્ણ દાખલો બેસાડ્યો છે. સુરત જિલ્લાના પાસોદરા વિસ્તારમાં રહેતા ફેનીલ (Fenil Goyani)નામના આરોપીએ  બાનમાં લઇ ગ્રીષ્માને (Grishma) ચપ્પુના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ગણતરીની મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી આરોપીને ફાંસીની સજા મળી ત્યાં સુધી સુરત જિલ્લા પોલીસ અધિકારીએ (Surat Police) મહત્વનો રોલ નિભાવ્યો છે.

રાજ્ય સરકારે આ ઘટનાને પગલે ઝડપી તપાસ માટે સૂચન કર્યું

તમને જણાવી દઈએ કે, રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લઇ અને આ કેસની ઝડપી તપાસ થાય તે માટે સૂચન કર્યું હતું, જેના આધારે સુરત જિલ્લાના રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયન દ્વારા SITની(Special Investigation Team)  રચના કરવામાં આવી હતી.આ કેસમાં આરોપીને ફાંસીની સજા મળે તે સુરત જિલ્લા પોલીસે મહત્વની કામગિરી કરી હતી. સતત અલગ- અલગ મુદ્દા ઉપર જે પુરાવા એકત્રિત કર્યા હતા અને જે કાગળો રજૂ કર્યા હતા તેના આધારે જ આજે આરોપીને ફાંસીની સજા સુધી પહોંચડવામાં આવ્યુ. ત્યારે જાણો પોલીસની કઈ રીતે આ રણનીતિ તૈયાર કરી અને તપાસ કરવામાં આવતી કોણ અધિકારી આ કેસ સાથે જોડાયેલા હતા.

અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી

સુરત જિલ્લા રેન્જ IG દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી હતી.જેમાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા,એક IPS વિશાખા જૈન,નાયબ પોલીસ અધિકારી બી કે વનાર,નાયબ પોલીસ અધિકારી ભાર્ગવ પંડ્યા, કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.બી અને બીજા અલગ અલગ ચાર પોલીસ ઇન્સ્પેક્ટર અને PSI સહિત 10 લોકોને સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી અને તેની નીચે 30 જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પોલીસની જહેમતથી ફેનિલને સજા સુધી પહોંચાડવામાં મદદ મળી

જ્યારે ઘટના બની ત્યારથી લઇ આરોપી અગાઉ બે દિવસથી ક્યાં ગયો હતો અને મળ્યો હતો કેવી રીતે ચાકુ ખરીદ્યા હતા. કોલેજ કઈ રીતે ગયો હતો કયા રસ્તા ઉપર તે બાઈક મારફતે ગયો તે તમામ બાબતો પર અલગ- અલગ ટીમો દ્વારા જે પુરાવા એકત્રિત કર્યા હતા. CCTV એકત્રિત થયા હતા અને જ્યાં જે દુકાનની અંદર જે ખરીદી કરી હોય અથવા તો કોઈને મળ્યો હોય તો તે લોકોના પણ નિવેદન લઇ અને તાત્કાલિક આ તપાસ શરૂ કરી હતી. બાદમાં તપાસમાં સામે આવ્યુ હતુ કે આરોપી દ્વારા તેના મિત્રના કોફી શોપની અંદર ગયો હતો તેની અંદર પણ ફેમિલી સાથે રાખીને પંચનામુ કરવામાં આવ્યુ હતુ. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે આધારે આરોપીને ઘટનાસ્થળે લઈ અલગ-અલગ મુદ્દાઓ પર રિ-કન્સ્ટ્રક્શનકરવામાં આવ્યું હતું અને પોલીસની જહેમતથી તેને સજા સુધી પહોંચાડવામાં મદદ મળી હતી.

Published On - 2:16 pm, Thu, 5 May 22

Next Article