Surat: દુકાનદારો અને પેટ્રોલપંપના કર્મચારીને ઠગનાર ઝડપાયો, એસોજી પોલીસે કરી ધરપકડ

Surat: પોલીસે દુકાનદારોને ખોટી વાતોમાં ભોળવી રોકડ રકમ લઈ ફરાર થઈ જનાર આરોપીને પકડી પાડ્યો છે. આરોપી અહેમદ રઝા સામે સુરત ઉપરાંત અન્ય શહેરોમાં પણ ગુના નોંધાઈ ચૂક્યા છે.

Surat: દુકાનદારો અને પેટ્રોલપંપના કર્મચારીને ઠગનાર ઝડપાયો, એસોજી પોલીસે કરી ધરપકડ
ફોટો - આરોપી
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 11, 2022 | 2:06 PM

Surat: એસોજી પોલીસે શહેરના જુદા જુદા વિસ્તાર તેમજ અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ (petrol pump employee ) તથા દુકાનદારોને ખોટી વાતોમાં ભોળવી રૂપિયા છુટા કરાવવાના બહાને તેમની પાસેથી રોકડ રકમ લઈ ફરાર થઈ જનાર એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે અઠવાલાઈન્સ નવી કોર્ટ બિલ્ડીંગ પાસેના રોડ પર એક ફલેટમાંથી આરોપીને ઝડપી પાડયો હતો. જેને પકડતાની સાથે અનેક ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે. આ વ્યક્તિને લઈ ઘણા દુકાનદારો પરેશાન હતા નાની રકમ હોવાથી કોઈ ખાસ ફરિયાદ પણ કરતું ન હતું આખરે સુરત એસઓજી ના હાથે પકડાઈ ચુક્યો છે.

સુરત શહેર એસોજી પોલીસને બાતમી મળી હતી કે સુરત શહેરમાં દુકાનદારો તથા પેટ્રોલપંપના કર્મચારીઓને રૂપિયા છુટા લેવાના બહાને તેમની સાથે વાતો કરી રોકડ રકમ લઈ ફરાર થઈ જનાર આ આરોપી અઠવાલાઈન્સની કોર્ટ બિલ્ડીંગ પાસેના રોડ પર ઉભો છે. જે બાતમીના આધારે નવી કોર્ટ બિલ્ડીંગ પાસેથી રાંદેરમાં રહેતા એહમદ રઝાક ઉર્ફે ઐયાન ઝોલ યકીમને ઝડપી પાડયો હતો. આ ઇસમને પકડી પાડી પોલીસની પુછપરછમાં આ ઈસમ અહેમદ રઝા ઉર્ફે ઐયાન ઝોલે સુરતના સીમાડાનાકા પાસે આવેલા પેટ્રોલપંપ તથા અંકલેશ્વરના પેટ્રોલપંપના કર્મચારી સાથે રૂપિયા છુટા કરાવવા બહાને ઠગાઈ કરી હોવાની કબુલાત કરી હતી. વધુ પૂછપરછમાં શહેર એસઓજી પોલીસના હાથે ઝડપાયેલ આરોપી અહેમદ રઝા સામે સુરત ઉપરાંત બારડોલી, હાંસોટ, અને અંકલેશ્વર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ એસોજી પોલીસ કરી રહી છે.

પુણા વિસ્તારમાં તમંચો બતાવી થયેલી લૂંટ મામલે પોલીસે 5 આરોપીને મુંબઇથી ઝડપી પાડ્યા

સુરતના પુણા વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા મોબાઇલની દુકાનમાં ત્રાટકેલા લૂંટારૂઓએ દુકાનદારને તમંચો બતાવી 30 હજારની લૂંટ (Robbery) ચલાવી હતી. જે મામલે પોલીસે હાલ 5 લૂંટારૂઓને મુંબઇથી ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 15 હજાર રોકડા અને બે તમંચા પણ કબજે કરી લીધાં છે. પુણા પોલીસ (Police) પાસેથી મળતી માહિતી અનુસાર પુણાના વલ્લભનગર સોસાયટીમાં રહેતો રાહુલ પુરણભાઈ બઘેલ મોબાઇલનો વેપાર કરે છે. વલ્લભનગર પાસે શિવાજીનગરમાં તેની મોબાઇલની દુકાન છે. પાંચમી ફેબ્રુઆરીની રાત્રે દુકાન બંધ કરવાના સમયે રાહુલ બઘેલ દુકાનનું શટર પાડીને અંદર તેના મિત્ર અજય સાથે બેસીને વેપારના રૂપિયાનો હિસાબ રહી રહ્યા હતો. તે સમયે અચાનક ત્રણ લૂંટારૂઓ દુકાનમાં ત્રાટક્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો:Surat: પુણા વિસ્તારમાં તમંચો બતાવી થયેલી લૂંટ મામલે પોલીસની કાર્યવાહી, 5 આરોપીને મુંબઇથી ઝડપી પાડ્યા

આ પણ વાંચો: Maharashtra: ચાંદીવાલ કમિશનની સામે સચિન વાજેએ અનિલ દેશમુખ પર લગાવ્યા ગંભીર આરોપ, સરકારી સાક્ષી બનવા EDને લખ્યો પત્ર

g clip-path="url(#clip0_868_265)">