Surat: વડાપ્રધાન મોદીના આગમન પહેલા ખેલૈયાઓમાં ઉત્સાહ, મોદી થીમના ચણીયાચોળીની ધૂમ

|

Sep 25, 2022 | 5:22 PM

નવરાત્રીને (Navratri) લઇને યુવાઓમાં અનેરો ઉત્સાહ છે. યુવાઓ પોતાના મનગમતા તહેવારની ખુબજ આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે આ વખતેની નવરાત્રિમાં બેવડો આનંદ હોવાથી ખેલૈયાઓએ પણ વિશેષ તૈયારીઓ કરી લીધી છે.

Surat: વડાપ્રધાન મોદીના આગમન પહેલા ખેલૈયાઓમાં ઉત્સાહ, મોદી થીમના ચણીયાચોળીની ધૂમ
સુરતમાં મોદી થીમના ચણીયાચોળીની ધૂમ

Follow us on

કોરોનાકાળના (Corona) બે વર્ષ બાદ આ વર્ષે બધા તહેવારોની ઉજવણી ધામધૂમથી થઇ રહી છે. ગણેશોત્સવ બાદ હવે નવરાત્રીનો  (Navratri 2022) પર્વ ધામધૂમપૂર્વક ઉજવાવા જઇ રહ્યો છે. જેથી યુવા હૈયાઓ ગરબાના તાલે ઝુમવા થનગની રહ્યા છે. આ વખતે જોગાનુજોગ ત્રીજા નોરતે એટલે કે 29 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સુરતની મુલાકાતે આવી રહ્યા છે. 2017 બાદ પીએમ મોદી જયારે સુરત (Surat) નવરાત્રીમાં આવી રહ્યા છે, ત્યારે તેમના આગમન પ્રસંગે સુરતના ખેલૈયાઓએ ખાસ ટ્રેડિશનલ ડ્રેસીસ તૈયાર કર્યા છે.

 વડાપ્રધાન મોદીના ચહેરાની થીમ પર નવરાત્રીના ડ્રેસ તૈયાર

નવરાત્રિને લઇને યુવાઓમાં અનેરો ઉત્સાહ છે. યુવાઓ પોતાના મનગમતા તહેવારની ખુબજ આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે આ વખતેની નવરાત્રિમાં બેવડો આનંદ હોવાથી ખેલૈયાઓએ પણ વિશેષ તૈયારીઓ કરી લીધી છે. સુરતના ડિઝાઇન રીટાબેન નાગર દ્વારા આર્મી અને પીએમ મોદીના ચહેરાની થીમ પર દેશભક્તિને કેન્દ્રસ્થાને રાખીને બે ડ્રેસીસ તૈયાર કરવામાં આવ્યા છે, જે એટલા જ આકર્ષક પણ છે.

સામાન્ય રીતે ખેલૈયાઓના પારંપરિક કપડાંઓમાં વિવિધ રંગો, આભલા, ટિક્કી, જોવા મળે છે. ત્યારે આ ડિઝાઇનરે આર્મીની થીમ પર અને પીએમ મોદીની થીમ પર આ ડ્રેસ તૈયાર કર્યા છે. જેમાં આર્મીના કપડામાં ભારત દેશના નકશાની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. તેમજ કેડિયામાં પણ તિરંગાના ત્રણ રંગોથી સજાવવામાં આવ્યા છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ખેલૈયાઓમાં જોવા મળ્યો ઉત્સાહ

બીજો એક ડ્રેસ પીએમ મોદીની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એમ્બ્રોઇડરી વર્ક પર પીએમ નરેન્દ્ર મોદીનો સાફા વાળો ફોટો તૈયાર કરવામાં આવ્યો છે. કેસરી, સફેદ, લીલા રંગથી ચણિયાચોળી તૈયાર કરવામાં આવી છે. જે ખૂબ આકર્ષક લાગે છે. ખેલૈયાઓનું અને આ સ્પેશ્યલ ડ્રેસ ડિઝાઇન કરનાર ડિઝાઈનરનું કહેવું છે કે કોરોનાના બે વર્ષ પછી જયારે નવરાત્રી આવી રહી છે, તેનો ઉત્સાહ તો તેમને છે જ પણ સાથે સાથે પીએમ મોદી સુરતની મુલાકાતને લઈને પણ તેઓ ખુબ ઉત્સાહિત છે. તેઓ ઈચ્છે છે કે નવરાત્રીના આ પારંપરિક ડ્રેસ થકી તેઓ જે દેશભક્તિનો સંદેશો વડાપ્રધાન મોદી સુધી પહોંચાડે.

Next Article