સુરતમાં વરસાદના વિરામ બાદ પણ નથી ઓસરી રહ્યા વરસાદી પાણી, ખાડીના પૂરને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

|

Jul 26, 2024 | 6:35 PM

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી સાત દિવસ હજુ દક્ષિણ ગુજરાત માટે ભારે છે. સુરતની વાત કરીએ તો હાલ મેઘરાજાએ ત્યાં વિરામ લીધો છે પરંતુ પૂરના પાણી હજુ ઓસર્યા નથી. ખાડીપૂરના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને જેમણે સુરતવાસીઓની હાલત બગાડી નાખી છે.

ગુજરાતમાં મેઘરાજા એવા વરસ્યા એવા વરસ્યા કે હવે વરસાદી પાણી આફત બન્યા છે. નવસારી, સુરત અને વડોદરાને મેઘરાજાએ એવું ધમરોળ્યું કે હવે નદીઓ પણ ગાંડીતૂર થઈ છે અને શહેરોને તેની બાનમાં લઈ રહી છે.નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટીને વટાવી તો વડોદરામાં વિશ્વામિત્રીએ હાહાકાર મચાવી દીધો. સુરતમાં ખાડીપૂરે ફરી અનેક વિસ્તારોને બાનમાં લીધો. વડોદરા, નવસારી અને સુરતમાં જ્યાં નજર કરો ત્યાં જળ સામ્રાજ્ય જ છે. ગળાડૂબ પાણીમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે. જીવ બચાવી લોકો સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે. ભારે વરસાદને પગલે નવસારી, સુરતમાં મોટો આર્થિક ફટકો લોકોને પડ્યો છે.

સુરતમાં વરસાદના વિરામ બાદ પણ શહેરમાં પાણી ન ઓસરતા સુરતીઓની સ્થિતિ કફોડી બની છે. ખાડીનું લેવલ ઘટ્યું છે પણ ખાડીપુર હજુ પણ યથાવત હોવાથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર છે. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પર્વત ગામ વિસ્તાર છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે. લિંબાયત, પર્વત પાટિયા , ડુંભાલ સહિત વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા છે…

સુરતમાં વરસાદ ભલે હાલ બંધ હોય પરંતુ ખાડીપૂરને લીધે હજુ પણ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી ભયાવહ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઇ પૂર્ણા નદીમાં પાણીનું સ્તર વધ્યું. જેના કારણે પૂર્ણા નદીના પાણી મહુવાના મિયાપુર ગામે પ્રવેશ્યા. મિયાપુર ગામના 50થી વધુ ઘરોમાં પાણી ઘુસ્યા. તો મહુવાના ઓડચ ગામે પણ પૂરના પાણીનો ભરાવો થયો. જેના કારણે મહુવા અનાવલ હાઇવે પ્રભાવિત થયો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

પૂર્ણા નદીના આકાશી દ્રશ્યો જે સામે આવ્યા છે તે ખરેખર ભયાવહ છે. મહુવામાંથી પસાર થતીં પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. ત્યારે ડ્રોન દ્વારા લેવાયેલી આ તસવીરમાં પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહી છે. બીજી તરફ મહુવાની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ. પૂર્ણા નદી ભયજનક સપાટી પરથી વહેતા પૂરના પાણી મહુવાના 7 ગામોમાં ફરી વળ્યા. તંત્ર દ્વારા 80થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. પૂરના પગલે મહુવાના 5 માર્ગો બંધ કરવામાં આવ્યા. જેમાં મહુવા-નવસારી જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ કરાતા વાહનચાલકો અટવાયા.

ભારે વરસાદથી સુરતની સ્થિતિ બેહાલ બની છે. વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ છે. મહુવાથી ઓડચ-અનાવલ અને નવસારીનો સ્ટેટ હાઇવે બંધ છે. ત્યારે હાઇવે પર પાણીથી ભરેલી નદી જેવા દ્રશ્યો સામે આવ્યા. તેમાં પણ ઓડચ ગામે વધુ પાણી ભરાતા લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા. પૂર્ણા નદી ભયજનક સપાટીની ઉપર વહેતા મહુવા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કામે લાગ્યું.

સુરત જિલ્લામાં જોરદાર વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યું. મહુવાના ઉમરા પાસેથી પસાર થતી અંબિકા નદી બે કાંઠે વહેતી થઇ. જેના કારણે નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમ છલકાયો. ડાંગના ઉપરવાસમાં વધુ વરસાદ આવતા અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. અંબિકાના ધસમસતા પ્રવાહથી નવસારી, ડાંગ, સુરતને અસર થઇ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article