Dumas Beach Development : દાયકાઓથી સુરતીઓને ડુમસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ફક્ત સપનું જ બતાવાઈ રહ્યું છે

|

May 11, 2022 | 5:17 PM

મ્યુનિસિપલ(SMC) કમિશનર બંછાનીધી પાનીએ તેમની ટીમ સાથે બે વર્ષ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ટુરીઝમ વિભાગ સાથે ડૂમ્સ સી ફેસ ડેવલપમેન્ટની રજૂઆત કરી હતી. સાથે મળીને પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Dumas Beach Development : દાયકાઓથી સુરતીઓને ડુમસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ફક્ત સપનું જ બતાવાઈ રહ્યું છે
Dumas Beach Development (File Image )

Follow us on

દાયકાઓથી ડુમસ(Dumas ) સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે માત્ર મોટી જાહેરાતો(Advertisement ) કરવામાં આવી રહી છે. જે સુરતીઓ જેઓ પ્રવાસના(Tourism ) શોખીન છે તેઓને આવા હરવા ફરવાના સ્થળની જરૂર છે. પરંતુ હજુ સુધી ડુમસ બીચ સંપૂર્ણ રીતે  વિકસાવવામાં આવ્યો નથી. એક તરફ શહેરોના અન્ય પ્રોજેક્ટોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે માત્ર મોટા સપનાઓ બતાવવામાં આવી રહ્યા છે. ડુમસમાં સામાન્ય દિવસોમાં પણ 15-20 હજાર લોકો દરિયા કિનારે ફરવા જાય છે. વીક એન્ડ અને રજાઓ પર, ડુમસનો દરિયાકાંઠાનો વિસ્તાર હજારો લોકોથી ભરેલો રહે છે. તેવામાંટ્રાફિક અને પાર્કિંગ વ્યવસ્થામાં લાલીયાવાડી પણ કાયમી મુદ્દો બની ગયો છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા પણ પાંચ બજેટથી ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જોગવાઈ કરવામાં આવી રહી છે, પરંતુ તે ક્યારે સાકાર થશે તે કહેવું મુશ્કેલ છે. વન વિભાગ અને સરકારની જમીનો પણ હજુ સુધી મળી નથી. મહાનગર પાલિકા, રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો નથી. અગાઉ તે સુડા હેઠળ હતું, પરંતુ હદ વિસ્તરણ પછી, તે મહાનગરપાલિકા હેઠળ આવી ગયું છે. આ પ્રોજેકટને આગળ લઇ જવા માટે સુડાના આયોજનો કરવામાં આવ્યા છે પરંતુ તે માત્ર કાગળ પૂરતા જ સીમિત રહી ગયા છે.

વર્ષ 2017-18માં, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) ના ડી-માર્કેટિંગ માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફિઝિબિલિટી રિપોર્ટ, માસ્ટર પ્લાન સહિત ડીપીઆર માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ બધું હોવા છતાં પાંચ વર્ષથી માત્ર કાગળ પર જ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 600 કરોડનો ખર્ચ થયો છે. મહાનગર પાલિકાએ તેને પીપીપી સ્તરે વિકસાવવા માટે સરકાર પાસેથી 100 કરોડની મદદ માંગી છે, પરંતુ હજુ સુધી આ રકમ મળી નથી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

જિલ્લા કલેકટરના જણાવ્યા પ્રમાણે જો સીઆરઝેડ લાગુ કરવામાં આવે તો ઝોનિંગ પ્રમાણે કેટલો વિકાસ કરવાનો છે તે નક્કી થાય છે. હવે નિર્ણય લેવાયો છે કે જમીન સરકારની રહેશે અને ભારત સરકારે દમણ-દીવમાં જે રીતે રિવરફ્રન્ટ વિકસાવ્યો છે તે જ રીતે તેનો વિકાસ કરવો જોઈએ. તેથી, જંગલની સરકારી જમીનના સંદર્ભમાં, ગુજરાત ટુરિઝમ મંજૂરી આપશે અને મહાનગરપાલિકા તેનો વિકાસ એક માળખાકીય અમલીકરણ એજન્સી તરીકે કરી શકશે.

નોંધનીય છે કે પાંચ વર્ષથી આ પ્રોજેક્ટ કાગળ પર ચાલી રહ્યો છે, પ્રોજેક્ટ 100 કરોડનો છે અને પ્રોજેક્ટ બનવાની રાહ જોઈ રહેલા સુરતના રહેવાસીઓ સૌથી વધુ ફરવા માટે દમણ જાય છે. ડુમસમાં બીચ ડેવલપમેન્ટ હજી યોગ્ય રીતે થઇ શક્યો નથી. સાથે જ દમણમાં દરિયા કિનારે પણ સારો એવો વિકાસ થયો છે. જેથી સુરતના લોકો સૌથી વધુ મોજમસ્તી કરવા દમણ જાય છે. દમણમાં દરિયા કિનારે આવેલા બગીચાઓથી માંડીને વિવિધ રાઇડ્સ સુધીના અન્ય પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

પૂર્વ CM રૂપાણીની સામે કરવામાં આવી હતી રજૂઆતઃ

ચૂંટણી આવતા જ રાજકીય પક્ષો વિકાસના ઢોલ વગાડવા લાગે છે. પરંતુ એક વખત ચુંટણી પુરી થાય એટલે નેતાઓ પ્રોજેક્ટ ભૂલી જાય છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ તેમની ટીમ સાથે બે વર્ષ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ટુરીઝમ વિભાગ સાથે ડૂમ્સ સી ફેસ ડેવલપમેન્ટની રજૂઆત કરી હતી. સાથે મળીને પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ પ્રોજેક્ટ આગળ વધી શક્યો ન હતો.

જમીનની ફાળવણીઃ

પાલિકાના અધિકારીઓએ કલેક્ટર કચેરી, વન વિભાગ સાથે બેઠક કરી હતી. સરકારી જમીન વન અને મહેસૂલ વિભાગ પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી. 4-5 વખત અરજી કરીને જમીન માંગવામાં આવી હતી, પરંતુ આનાથી આગળ ફાઈલ આગળ વધી શકી નથી. આ પ્રોજેક્ટ પર કામ કરનારા મ્યુનિસિપલ અધિકારીઓ પણ નિવૃત્ત થઈ ગયા. હવે અઠવા ઝોનના સિટી એન્જિનિયર આ પ્રોજેક્ટને આગળ ધપાવવા પ્રયાસ કરી રહ્યા છે.

Next Article