Cycle Sharing Project : 44 કિમી ના નવા ટ્રેક પર નાના વરાછાથી કામરેજ સુધી દોડશે સાઇકલો

|

Apr 07, 2022 | 9:43 AM

શહેરમાં મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં વિવિધ માર્ગો પર 66 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક (Cycle Track ) બનાવવામાં આવ્યો છે. આ માર્ગો પર સાયકલ દોડી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને PPP મોડ પર શહેરમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

Cycle Sharing Project : 44 કિમી ના નવા ટ્રેક પર નાના વરાછાથી કામરેજ સુધી દોડશે સાઇકલો
Cycle Sharing Project in Surat (File Image )

Follow us on

સુરતના (Surat ) લોકોને સાયકલિંગ (Cycle )સાથે જોડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે નવા વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. શહેરમાં 44 રનિંગ કિમીનો નવો સાયકલ ટ્રેક (Track ) તૈયાર કરવામાં આવશે. તે બન્યા પછી લોકો વરાછાથી કામરેજ ચોકડી સુધી સાયકલ ચલાવી શકશે. કોરોના મહામારી દરમિયાન સુરતીઓનો સાઇકલ ચલાવવા તરફનો ટ્રેન્ડ વધ્યો છે. સાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સાયકલિંગના અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુરત દેશના એવા શહેરોમાંનું એક છે જેને કેન્દ્ર દ્વારા સાયકલિંગ પ્રોજેક્ટ માટે મંજૂરી આપવામાં આવી છે.

મહાનગરપાલિકાએ ડુમસ રોડ સહિત જ્યાં પણ સાયકલ ટ્રેક બનાવ્યા છે ત્યાં લોકોએ આ પ્રોજેક્ટને ખુબ વધાવી લીધો છે. જેને જોતા મનપા પ્રશાસને શહેરમાં નવા ટ્રેક પણ મુક્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, વરાછા અને સરથાણા ઝોનમાં સાયકલિંગ ને પ્રોત્સાહન આપવા માટે હવે સરથાણા અને વરાછામાં પણ સાયકલ ટ્રેક બનાવવાની તૈયારી છે.

જેમાં સૌથી મહત્વનો નાના વરાછાથી કામરેજ ચોકડી સુધીનો દસ રનિંગ કિલોમીટરનો ટ્રેક છે. આ ઉપરાંત સુડાની બોર્ડર પરવત પાટિયાથી પૂજા પ્લાઝા અને કેપિટલ સ્ક્વેર સુધીની છે. જેમાં પાંચ રનિંગ કિમી સુધીના ટ્રેક તૈયાર કરવામાં આવશે. સવજી કોરાટ બ્રિજથી સીમાડા જંકશન વાયા વાલમ નગર ખાડી સુધી સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. ઉધનાઝોનમાં સિદ્ધાર્થનગર રેલ્વે ઓવરબ્રિજથી ભીમરાડ ખાડી સુધી 10.5 રનિંગ કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવશે. આઠમા ઝોનમાં સોહમ સર્કલથી બાયો ડાયવર્સીટી પાર્ક, ભીમરાડ પાંચ રસ્તાથી નેશનલ હાઇવે અને ડુમસ રોડથી મગદલ્લા એરપોર્ટ સુધી 15 કિલોમીટર લાંબો સાઇકલ ટ્રેક બનાવવામાં આવશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

અત્યાર સુધીમાં 66 કિલોમીટર લાંબો ટ્રેક બનાવવામાં આવ્યો છે

શહેરમાં મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં વિવિધ માર્ગો પર 66 કિલોમીટર લાંબો સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ માર્ગો પર સાયકલ દોડી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને PPP મોડ પર શહેરમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સાયકલ શેરિંગ યોજનાના સંચાલન માટે એક મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે.

શહેરમાં એક લાખથી વધુ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારોમાં 121 સ્થળોએ સાયકલ સ્ટેન્ડ બનાવ્યા છે. જેના પર 1160 સાયકલ રાખવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સાયકલ ચલાવવા અંગે કરાયેલા સર્વે મુજબ શહેરમાં 18 ટકા લોકો ક્યાં તો અવરજવર માટે સાયકલનો ઉપયોગ કરે છે અથવા તો પગપાળા જવાનું પસંદ કરે છે.

આ પણ વાંચો :

ગુજરાતમાં ત્રીજા દિવસે વધુ ઉગ્ર બની તબીબોની હડતાળ, દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો

Surat: નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ સત્યનારાયણની કથા યોજી, પીપીઈ કીટ પહેરી વિરોધ નોંધાવ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article