Crime News : સીસીટીવીના આધારે પોલીસે સગરામપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો, બેની ધરપકડ

|

Sep 19, 2022 | 5:34 PM

ગત શુક્રવારના રોજ અઠવા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા સગરામપુરા વિસ્તારમાં બન્યો હતો. જેમાં બે સગા ભાઈઓએ મળી જાહેરમાં એક યુવકની 20 થી 25 ઘા મારી કરપીણ હત્યા કરી હતી.

Crime News : સીસીટીવીના આધારે પોલીસે સગરામપુરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો, બેની ધરપકડ
Based on CCTV, police solved the murder in Sagarampura, arrested two

Follow us on

સુરતમાં (Surat )શુક્રવારે મોડી રાત્રે અઠવા (Athwa )પોલીસ સ્ટેશન વિસ્તારના સગરામપુરામાં એક યુવકની બે ભાઈઓએ ચપ્પુના ઘા અને સળિયા મારી જાહેરમાં કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કરી બે ભાઈઓ ફરાર થઇ ગયા હતા. આ ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે. અઠવા પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે.

હત્યાના સીસીટીવી આવ્યા સામે

સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એક પછી એક જુદા જુદા વિસ્તારોમાંથી હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. આવો જ એક બનાવ ગત શુક્રવારના રોજ અઠવા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા સગરામપુરા વિસ્તારમાં બન્યો હતો. જેમાં બે સગા ભાઈઓએ મળી જાહેરમાં એક યુવકની 20 થી 25 ઘા મારી કરપીણ હત્યા કરી હતી. પોલીસ પાસે હત્યા કરનાર બંને ભાઈઓની તમામ વિગતો મળી જવા છતાં આરોપીને પકડવામાં પોલીસને નાકે દમ આવી ગયું હતું. હત્યાના લાઇવ સીસીટીવી હોવા છતાં પોલીસને આરોપી પકડવામાં ચાર દિવસ થયા હતા.

બે હત્યારાઓની કરાઈ ધરપકડ

સુરતના સગરામપુરા વિસ્તારમાં ગત શુક્રવારે રાત્રે થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. બે ભાઈઓએ મળી એક યુવકની જાહેરમાં એક પછી એક ઉપરા છાપરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાતા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જે રીતે આ હત્યા કરી રહ્યા છે તેને જોતા બંને ભાઈઓને પોલીસનો કોઈ ડર જ ના હોય તેવું જણાય આવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સીસીટીવી સામે આવતા બંને હત્યારાઓએ પોલીસની પેટ્રોલીંગ અને પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે સીસીટીવીના આધારે હત્યાને અંજામ આપનારા મહંમદ ઈરફાન શેખ અને મહંમદ સાજીદ શેખ નામના બે સગા ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Article