Surat : વિપુલ ચૌધરી સામે થયેલા કેસો પરત ખેંચવાની માગ સાથે ચૌધરી સમાજે આપ્યું આવેદન

વિપુલ ચૌધરીની ધરપકડ બાદ તેમના સમર્થનમાં લોકો અલગ અલગ જગ્યા ઉપર દેખાવો કરી રહ્યા છે અને તેમના ઉપર થયેલા કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હોવાના આક્ષેપ તેમના સમાજના કેટલાક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Surat : વિપુલ ચૌધરી સામે થયેલા કેસો પરત ખેંચવાની માગ સાથે ચૌધરી સમાજે આપ્યું આવેદન
Demand for withdrawal of cases against Vipul Chaudhary
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 19, 2022 | 1:51 PM

મહેસાણા (Mehsana )માં વિપુલ ચૌધરીની એસીબી(ACB) દ્વારા ધરપકડ કરી છે તેના સમર્થનમાં ઠેર ઠેર ચૌધરી સમાજ અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. સાથે જ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. ત્યાં સુરત શહેરમાં પણ આજે ચૌધરી સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને વિપુલ ચૌધરીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. તેમજ સુરત કલેકટરને આવેદનપત્ર આપી તેમની ઉપર થયેલા કેસ પરત ખેંચવા માટેની રજૂઆત કરી હતી.

ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ તેમના સમર્થનમાં લોકો અલગ અલગ જગ્યા ઉપર દેખાવો કરી રહ્યા છે અને તેમના ઉપર થયેલા કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હોવાના આક્ષેપ તેમના સમાજના કેટલાક આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આવનારી વિધાનસભા ઇલેક્શનને લઈને આ તમામ રાજકીય કાવા દાવા હોય તેવું ચર્ચા પણ જોરશોરમાં ચાલી રહી છે. કારણ કે વિપુલ ચૌધરી છેલ્લા કેટલાક દિવસથી મહેસાણાના આજુબાજુના ગામોની અંદર એક પાર્ટીને સમર્થન અને પ્રચાર કરતા હતા. જેને લઈને તેમની ઉપર આ ગાળિયો કસવામાં આવ્યો હોય તેવી લોક ચર્ચા ચાલી રહી છે.

સુરત શહેરમાં પણ મોટી સંખ્યામાં ચૌધરી સમાજના આગેવાનો અને અર્બુદા સેના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અઠવાલાઇન્સ  ચોપાટી ખાતેથી રેલી નીકળી કલેકટર કચેરી ખાતે સુધી રેલી પહોંચી હતી અને ત્યારબાદ કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને તેમના સમર્થનમાં સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કેસો પરત ખેંચવા કરી માગ

તેઓએ વિપુલ ચૌધરી પર થયેલા કેસો પરત ખેંચવા માટે રજૂઆતો કરી હતો. સામા ઇલેક્શને ગુજરાતની અંદર અલગ અલગ સંસ્થા સરકારી લોકો જે આંદોલન કરી રહ્યા છે ત્યારે વધુ એક સમાજ દ્વારા સરકાર સામે જે વિરોધ ના સુર જોવા મળી રહ્યા છે તેને લઈને અનેક ચર્ચાનો વિષય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">