ડાયમંડ સીટી સુરત(Surat) માં દેશનું પ્રથમ સિન્થેટિક ડાયમંડ ઓક્શન યોજાઈ રહ્યું છે. શહેરના વેસુ વિસ્તારમાં રૂપિયા 4 કરોડના ખર્ચે 2200 સ્ક્વેર ફૂટમાં ઓક્શન હાઉસ બનાવવામાં આવ્યું છે . જેમાં ઓક્શન યોજાઈ રહ્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા ડાયમંડ ઓક્શન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. રફ કે પોલિશ્ડ ડાયમંડ સહિત સિલ્વર જ્વેલરીઓનું પણ નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓ ઓક્શન કરી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત સુરતમાં જ રફ ડાયમંડનું ટ્રેડિંગ થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. જેના લીધે નાના વેપારીઓ સીધી રીતે અહીથી રફ ડાયમંડ ખરીદી શકશે.
આ પણ વાંચો : ગુજરાતમાં આવનારા ત્રણ-ચાર દિવસોમાં નોંધપાત્ર વરસાદની આગાહી
આ પણ વાંચો : Pegasus Case: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું – કહ્યુ જાસુસી મુદ્દે કરેલા તમામ આરોપો પાયાવિહોણા