Corona Update : સુરત ગ્રામ્યમાં કોરોના સંક્ર્મણ વધતા ફરી દૈનિક કેસોની સંખ્યાએ સદી વટાવી

|

Jul 30, 2022 | 9:22 AM

છેલ્લા 24 કલાકમાં શહેરમાં(City ) 52 અને જિલ્લામાં ગઇકાલની સરખામણીમાં 35 કેસના વધારા સાથે 64 નવા દર્દી નોંધાયા છે.

Corona Update : સુરત ગ્રામ્યમાં કોરોના સંક્ર્મણ વધતા ફરી દૈનિક કેસોની સંખ્યાએ સદી વટાવી
Covid Hospital Surat (File Image )

Follow us on

સુરતમાં(Surat ) ફરી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સુરત શહેર (City ) અને ગ્રામ્યમાં(Rural ) દૈનિક કેસનો આંકડો ફરી 100 ને પર થયો છે. શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થયો છે. જેથી એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ ફરી વધી ગઈ છે. જેના કારણે તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં ૫૨ અને જિલ્લામાં ગઇકાલની સરખામણીમાં 35 કેસના વધારા સાથે 64 નવા દર્દી નોંધાયા છે. આમ સુરતમાં વધુ 116 નવા કેસ નોંધાયા છે. જયારે વધુ 73 દર્દીઓ સાજા થયા હતા.

વધુ 73 દર્દી સાજા થયા : બે વિધાર્થીઓ, ટીચર, દાંતના તબીબ, ટેક્સટાઇલ વેપારી સંક્રમિત

હાલ એક્ટિવ કેસની સંખ્યા પણ વધી 573 ઉપર પહોંચી છે. જેમાં નવા 48 દર્દીનો ઉમેરો થયો છે. હાલ 19 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. સુરતમાં કુલ કેસની સંખ્યા 2,08,745 છે. જ્યારે ડિસ્ચાર્જની સંખ્યા 2,05,936 ઉપર પહોંચી છે. આજે નોંધાયેલા નવા કેસમાં બે વિદ્યાર્થીઓ, ટીચર, દાંતના તબીબ, ટેક્સટાઇલ વેપારી અને નોકરીયાત વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા છે. મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સુરત શહેરમાં પાછલા 24 કલાકમાં કોરોનાના વધુ 52 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસ 1,65,043 ઉપર પહોંચ્યા છે. જ્યારે સુરત શહેર અને જિલ્લા મળીને વધુ 73 દર્દી સાજા થયા છે.

જેથી ડિસ્ચાર્જની સંખ્યા 1,63,018 ઉપર પહોંચી છે. હાલ સુરત શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા 348 છે. જેમાના 19 દર્દીઓ દાખલ છે. આજે નોંધાયેલા નવા કેસમાં સૌથી વધુ રાંદેર ઝોનમાં 11, અઠવામાં 10, લિંબાયતમાં 7, વરાછા એમાં 6, વરાછા બીમાં 6, સેન્ટ્રલમાં 1, ઉધના-એમાં 2 કેસનો સમાવેશ થાય છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જિલ્લામાં વધ્યું કોરોનાનું સંક્ર્મણ :

સુરત જિલ્લામાં  સૌથી વધુ માંગરોળમાં 21, કામરેજમાં 11, માંડવીમાં 9, ઓલપાડમાં 8, બારડોલીમાં 5, ઉમરપાડામાં 5, પલસાણામાં 4 મળી વધુ 64 નવા કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા 43,702 ઉપર પહોંચી છે.જિલ્લામાં વધુ 21 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જ્યારે 225 એક્ટિવ કેસ છે.

જેની સામે કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન પણ તેજ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને બુસ્ટર ડોઝ માટે કોર્પોરેશન દ્વારા ખાસ ભાર મુકવામાં આવી રહ્યો છે. પહેલા ડોઝ અને બીજા ડોઝ માટે ટાર્ગેટ પૂરો કર્યા બાદ હવે શહેરના બાકી રહેલા લોકોને બુસ્ટર ડોઝ ઝડપથી આપવા માટે કોર્પોરેશન દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

Next Article