Surat: મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલય પર ભગવાનનુ ચિત્ર દોરતા વિવાદ, ચિત્રને દૂર કરવામાં આવ્યું

|

Mar 07, 2022 | 2:08 PM

શૌચાલયની દીવાલ પર ગણપતિનુ ચિત્ર બનાવવામાં આવતાં હિન્દુ સંગઠન દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બાબત ધ્યાને આવતાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક શૌચાલયની દીવાલ પરથી ગણપતિનું ચિત્ર દૂર કરવામાં આવ્યું હતું.

Surat: મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલય પર ભગવાનનુ ચિત્ર દોરતા વિવાદ, ચિત્રને દૂર કરવામાં આવ્યું
સુરત મહાનગરપાલિકાના પે એન્ડ યુઝ શૌચાલય પર ભગવાનનુ ચિત્ર દોરતા વિવાદ, ચિત્ર ને દૂર કરવામાં આવ્યું

Follow us on

સુરત (Surat) મહાનગર પાલિકા હમેશા વિવાદમાં રહ્યું છે. ત્યારે વધુ એક ગંભીર બાબતને લઈને વિવાદના ધેરા આવ્યું છે થોડા સમય પહેલા પણ કાપોદ્રા વિસ્તારમાં હિજાબને લઈ વિરોધ નોંધાયો હતો ત્યારે આજે સુરતના કાપોદ્રા ચાર રસ્તા પર બનાવવામાં આવેલા સુરત મહાનગર પાલિકા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલય (pay and use toilet) ની દીવાલ પર સુરત પાલિકા દ્વારા ભગવાન ગણપતિનું ચિત્ર (drawing) બનાવવામાં આવ્યું હતું.

શૌચાલયની દીવાલ પર ગણપતિનુ ચિત્ર બનાવવામાં આવતાં હિન્દુ સંગઠનની ધાર્મિક લાગણી દુભાઈ હતી. જેને પગલે હિન્દુ સંગઠન (Hindu organization) દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ બાબત ધ્યાને આવતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા તાત્કાલિક શૌચાલયની દીવાલ પરથી ગણપતિનું ચિત્ર દૂર કરવામાં આવ્યું હતું.

હાલ સમગ્ર મામલે વિશ્વ હિન્દુ પરિષદ મહાનગરપાલિકા (Municipal Corporation) ને ચેતવણી આપી છે કે શહેરમાં કોઇ પણ જગ્યાએ ભગવાનના ચિત્રો હશે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે. હાલ તો હિન્દુ સંગઠન દ્વારા ભગવાનનો પેઇન્ટ કરેલ ફોટો દૂર કરીને તેના પર કલર મારી દીધેલ છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

બીજી બાજુ વિશ્વ હિન્દુ પરિષદ મહા મંત્રી કમલેશ ક્યાડાએ આ મામલે જણાવ્યું હતું હિન્દુ ધર્મની લાગણી દુભાય છે. દર વખતની જેમ આ વખતે પણ ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરાયું છે. ત્યારે પાલિકા દ્વારા આવા ચિત્ર દૂર કરાય તો આગામી દિવસોમાં આંદોલન કરીને વિરોધ પ્રદશન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે આ મામલો સામે આવતાપાલિકા અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે આ વાત ને ગંભીરતા લે તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચો: વ્યવસાય વેરા નાબુદી અંગે રત્નકલાકારોને સરકારે ફરી આપ્યું લોલીપોપ! અનેક રજૂઆત ગઈ પાણીમાં

આ પણ વાંચો: Corona Update : સુરત જિલ્લો બન્યો કોરોના ફ્રી , સુરત શહેરમાં ફક્ત એક જ કેસ, રિકવરી રેટ 98 ટકાને પાર

Next Article