ટેક્સ્ટાઇલ વીકનો આરંભ : ઠંડી-ગરમીની શરીર પર અસર નહીં થાય તેવું કાપડ બનાવવા આહવાન

|

Apr 26, 2022 | 10:02 AM

સ્પોટર્સ (Sports ) વેયર ફેબ્રિક અને મીલીટરી ડ્રેસ માટેના ફેબ્રિકની ડિમાન્ડ અત્યંત અસાધારણ રીતે વધી રહી છે અને ઉદ્યોગપતિઓએ આ ડિમાન્ડમાં સપ્લાયનો ગેપ પૂરવો જોઇએ એવી તેમણે હિમાયત કરી છે.

ટેક્સ્ટાઇલ વીકનો આરંભ : ઠંડી-ગરમીની શરીર પર અસર નહીં થાય તેવું કાપડ બનાવવા આહવાન
Chamber of commerce building (File Image )

Follow us on

વિશ્વમાં (World ) એવા કાપડનું ઉત્પાદન શરૂ થઇ ચૂક્યું છે. જે કાપડનું ગારમેન્ટ (Garment ) પહેર્યા બાદ તાપમાનમાં થતા અસાધારણ વધારા કે ઘટાડાની માનવ શરીર (Body ) પર કોઇ અસર થવા દેતું નથી. આવું કહેતા દેશના એડિશનલ ટેક્ષટાઇલ કમિશનર એસ.પી. વર્માએ કહ્યું કે જો તાપમાન 7 ડિગ્રી જેટલું ઘટી જાય તો કાપડ તેની જાતે જ તેના છેદ પૂરી દે, જેથી શરીર પર બાહ્ય ઠંડીની અસર ન થાય અને જો તાપમાન વધી જાય તો કાપડના છેદ પહોળા કરી દે જેથી શરીરને ગરમી ન લાગે. આ પ્રકારના કાપડ ઉત્પાદનની દિશામાં સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગપતિઓએ પણ વિચારવું જોઇએ. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જીએફઆરઆરસી (ગ્લોબલ ફેબ્રિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા ‘ટેક્સ્ટાઇલ વીક’નો આરંભ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે દેશના ટેક્ષટાઇલ કમિશનર રૂપ રાશી, કાપડ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઉષા પોલ, એડીશનલ ટેક્સ્ટાઇલ કમિશનર એસ. પી. વર્મા ઉપસ્થિત રહ્યા હતા અને સુરતના ઉદ્યોગપતિઓને કાપડ ઉદ્યોગની આવતીકાલથી (નેક્સ્ટ લેવલ)થી વાકેફ કરાવતું નોલેજ શેરીંગ કર્યું હતું. એસ.પી. વર્માએ પોતાની આગવી શૈલીમાં કહ્યું કે સુરતમાં ટેક્ષટાઇલ ટેક્નોલોજી અને મોડર્ન મશીનરીનું ઇન્સ્ટોલેશન પૂર જોશમાં થઇ રહ્યું છે. સુરત આખા દેશમાં આ બાબતે આગળ છે એમાં કોઇ બે મત નથી પણ હવે સુરતના કાપડ ઉત્પાદકોએ સ્પોટર્સ વેયર અને ક્લાઇમેટ બેઝ ફેબ્રિકના ઉત્પાદનની દિશામાં આગળ વધવું જોઇએ.

તેમણે સ્પોટર્સ વેયર ફેબ્રિક અને મીલીટરી ડ્રેસ માટેના ફેબ્રિકની ડિમાન્ડ અત્યંત અસાધારણ રીતે વધી રહી છે અને ઉદ્યોગપતિઓએ આ ડિમાન્ડમાં સપ્લાયનો ગેપ પૂરવો જોઇએ એવી તેમણે હિમાયત કરી છે. સુરત ના કાપડ ઉદ્યોગકારોની એક મોટી ખામીનો નિર્દેશ કરતા દેશના એડિશનલ ટેક્ષટાઇલ સેક્રેટરી વર્માએ કહ્યું કે સાડી એક કોમોડીટી છે. ડિફેક્ટીવ સાડીઓ પણ વેચી શકાય પરંતુ, હવે ઉદ્યોગપતિઓએ અભિગમ બદલવો જોઇએ.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ પણ વાંચો :

Surat માં ગ્લોબલ પાટીદાર સમિટ યોજાશે , પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવશે

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને જામીન મળ્યા બાદ ફરીથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article