નાગરિક સુવિધા કેન્દ્ર કે નાગરિક અસુવિધા કેન્દ્ર ! જરૂરી પ્રમાણપત્રો મેળવવા હજી પણ લોકોની હાડમારીનો કોઈ અંત નહીં

હજી પણ લોકોને સરકારી કામો માટે તેટલા જ ધરમ ધક્કા ખાવાની ફરજ પડે છે. સરકારી કામકાજ માટે તેમજ જરૂરી દસ્તાવેજો માટે લોકોએ નાછૂટકે સમયનો બગાડ કરીને કલાકો સુધી લાઈન માં ઉભા રહેવાની ફરજ આજે પણ પડે છે. 

નાગરિક સુવિધા કેન્દ્ર કે નાગરિક અસુવિધા કેન્દ્ર ! જરૂરી પ્રમાણપત્રો મેળવવા હજી પણ લોકોની હાડમારીનો કોઈ અંત નહીં
Nagrik Suvidha Kendra (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:15 AM

શહેરના (Surat ) પાલનપોર નાગરિક સુવિધા કેન્દ્રમાં લાલિયાવાડીને પગલે દરરોજ સવારે આવક સહિતના પ્રમાણપત્રો(Certificate ) લેવા માટે લોકો અહીં પહોંચે છે. પરંતુ બુધવારે અહીં નાગરિકોએ (Citizens )ભારે હોબાળો કરતાં વાતાવરણ તંગ બનવા પામ્યું હતું. વહેલી સવારથી લાઈનમાં ઉભેલા શહેરીજનો અહીં લાઈનમાં ઉભા રહે છે. તેઓએ બળાપો ઠાલવતાં જણાવ્યું હતું કે, કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ નાગરિક સુવિધા કેન્દ્ર 11 વાગ્યા સુધી ચાલુ થતું નથી.

આ સિવાય હાલ આ સુવિધા કેન્દ્રમાં માત્ર એક જ કોમ્પ્યુટર ઓપરેટર હોવાને કારણે પણ લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હાલમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોના એડમિશન સહિતના કામો માટે આવકના દાખલા સહિત બિન અનામત પ્રમાણ પત્ર અને સોગંદનામા માટે શહેરના મોટા ભાગના નાગરિક સુવિધા કેન્દ્રો પર વહેલી સવારથી અરજદારોની લાંબી કતારો નજરે પડતી હોય છે.

બુધવારે પણ પાલનપોર નાગરિક સુવિધા કેન્દ્ર બહાર વહેલી સવારે છ વાગ્યાથી અરજદારો લાઈનમાં ઉભા રહ્યા હતા. બપોરના 11 વાગ્યા સુધી નાગરિક સુવિધા કેન્દ્રની ઓફિસના ખંભાતી તાળા ન ખુલતાં કલાકો સુધી લાઈનમાં ઉભેલા અરજદારોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.સરકારી અધિકારીઓ – કર્મચારીઓની લાલિયાવાડીથી ત્રાહિમામ થઈને અરજદારો દ્વારા નાગરિક સુવિધા કેન્દ્રને માથે લેવામાં આવ્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એક તરફ વહીવટી તંત્ર દ્વારા આવક સહિતના દાખલાઓ માટે લોકોને હાલાકી ન પડે તે માટેની મોટી મોટી સુફિયાણી જાહેરાતો કરવામાં આવતી હોય છે ત્યારે બીજી તરફ વાસ્તવિકતા તદ્દન વિપરીત જોવા મળી રહી છે. અલબત્ત, પાલનપોર નાગરિક સુવિધા કેન્દ્રમાં હાલમાં એક જ કોમ્પ્યુટર હોવાને કારણે પણ અરજદારોએ કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાની ફરજ પડી રહી હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો.

નોંધનીય છે કે ડિજિટલાઇઝેશનની વાતો ઘણી કરવામાં આવે છે. પણ હજી પણ લોકોને સરકારી કામો માટે તેટલા જ ધરમ ધક્કા ખાવાની ફરજ પડે છે. સરકારી કામકાજ માટે તેમજ જરૂરી દસ્તાવેજો માટે લોકોએ નાછૂટકે સમયનો બગાડ કરીને કલાકો સુધી લાઈન માં ઉભા રહેવાની ફરજ આજે પણ પડે છે.

આ પણ વાંચો :

ઈ વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન બનાવવા ખાનગી એજન્સીને 1 રૂપિયા ટોકન મની પર પ્રતિ વર્ગ મીટર જગ્યા આપશે સુરત કોર્પોરેશન

Surat : ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વેરા પેટે મનપાની તિજોરીમાં 120 કરોડ રૂપિયા વધારે જમા થયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">