Surat: અપહરણ કરાયેલું બાળક 72 કલાક બાદ હેમખેમ મળ્યું, બાળક ચોર ગેંગનો હાથ હતો કે બીજું કંઈ?

|

Jan 27, 2022 | 4:02 PM

સુરતના ભેસ્તાન વિસ્તારમાં 23 જાન્યુઆરીના રોજ 2 વર્ષના માસુમ બાળકનું અપહરણ થયું હતું, પોલીસે બાળકના જાહેર સ્થળો પર પોસ્ટર લગાવ્યાં હતાં, દરમિયાન 72 કલાક બાદ સુરતમાંથી જ બાળક હેમખેમ મળી આવ્યું છે

Surat: અપહરણ કરાયેલું બાળક 72 કલાક બાદ હેમખેમ મળ્યું, બાળક ચોર ગેંગનો હાથ હતો કે બીજું કંઈ?
બાળકને ઉઠાવી જનાર આરોપી મહિલા

Follow us on

સુરતમાંથી 72 કલાક પહેલાં અપહરણ કરાયેલા ભેસ્તાનના 2 વર્ષના માસુમ બાળક (Child) ને પોલીસે શોધી કાઢ્યું છે. માસુમ બાળકના અપહરણ (Kidnap) કેસને ઉકેલવા જાહેર સ્થળે પોલીસે પોસ્ટર લગાડી લોકોની મદદ માંગી હતી. દરમિયાન 72 કલાક બાદ આખરે અપહરણ કરનાર મહિલા અને બાળક બંને મળી આવ્યા હતા.

બાળકનું અપહરણ કરનાર કાળા બુરખાવાળી મહિલાનું નામ રૂબીના ઉર્ફે મુબારક શેખ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આરોપી મહિલા બાળક સહિત પકડાઈ ગઈ હોવાનું પોલીસે પુષ્ટી કરી છે અને મહિલાની પૂછપરછ હાથ ધરી છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં 23 જાન્યુઆરીના રોજ 2 વર્ષના માસુમ બાળકનું અપહરણ થયું હતું. મળતી માહિતી મુજબ માસુમ બાળકને કાળા બુરખાધારી અજાણી મહિલાએ અપહરણ કર્યું હતું. આ ઘટના સામે આવતા સુરત પોલીસ દોડતી થઈ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બાળકના પિતાનું નામ ઝફર ઉર્ફે અમીર શેખ છે. તે મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અમીર શેખની 7 વર્ષીય પુત્રી અને 2 વર્ષનો પુત્ર દાનીશ ઘરે એકલા હતા. બપોરના સુમારે કાળો ભુરખો પહેરીને એક અજાણી મહિલા ઘરે આવી હતી. તેણે બાળકીને કહ્યું હતું કે, તારી મમ્મી ગેટ ઉપર ઉભી છે અને તારી રાહ જોઈ રહી છે. આથી બાળકી નાના ભાઈને છોડી ગેટ તરફ જતાં જ અજાણી મહિલા દાનીશનું અપહરણ કરી ભાગી ગઈ હતી.

પોલિસે બાળકના જાહેર સ્થળો પર પોસ્ટર લગાડી લોકોની મદદ માંગી હતી. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતની જાહેર જગ્યા ઉપર બાળકના પોસ્ટરો લગાડ્યા છે. આ ઉપરાંત પોલિસે માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે એવું પણ જણાવ્યું હતુ.

દરમિયાન સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને ભેસ્તાન આવાસની આજુબાજુમા દિવસ દરમિયાન પસાર થતાં શકમંદ માણસો અંગેની માહીતી મેળવી હતી. દરમિયાન બાતમીના આધારે પોલીસે મદીના મસ્જીદની આગળ મારૂતિનગર ચાર પાસેથી આરોપી રૂબીના ઉર્ફે મુબારકને ઝડપી લીધી હતી. તે ભાવના નગર સોસાયટીમાં તેના પતિ સોહેલ ઉર્ફે ગુડ્ડે એઝાઝ સિદ્દીકી સાથે રહે છે.

આરોપી મહિલાની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતુ કે તેની બહેન નરગીસને બાળક ન હોય અને તેને બાળકની જરૂર હોય અને હાલ ઝફર શેખ જેલમાં હોય તેની તેને ખબર હતી અને પત્ની આલિયા બે બાળકો સાથે એકલી જ ઘરે રહેતી હોય રૂપિનાએ પોતાના ભાઈ સાજીદ તથા દીકરી સાથે મળી આલિયાના બાળકને ઉઠાવી જવાનું નક્કી કર્યું હતું.

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લીઘે ગરીબ લોકોને અનાજની કીટ આપવાના બહાને આલીયા ઉર્ફે મુસ્કાન બહેનના ઘરની રેકી કરી તેણીની ગેરહાજરીનો લાભ ઉઠાવી રૂબિનાએ પોતાની દીકરીને બુરખો પહેરાવી આલીયાના ઘરે મોકલી હતી. ત્યાં આલીયાની મોટી દીકરી હાજર હતી તેને કહ્યું હતુ કે ગેટ ઉપર તારી મમ્મી રાહ જોઈને ઉભી છે, તેણે તારા ભાઈને લેવા મોકલેલ છે, એમ જણાવી 2 વર્ષના બાળકનું અપહરણ કરી નાસી ગઈ હતી.

ત્યારબાદ આરોપી રૂબીનાએ પોતાના ભાઈ સાજીદને બાળક સોંપ્યું હતું જે આ બાળકને માલેગાંવ મુકી આવ્યો હતો. ત્યાર બાદ આજે માલેગાંવથી બાળકને સુરત ખાતે લાવી પોતાની ઓળખીતી બહેનપણી બીલકીસ બાનુને થોડા દિવસ બાળકને સાચવવાનું જણાવ્યું હતુ અને ત્યારબાદ પોતાની બહેનને બાળક સોપવાનું નકકી કર્યું હોવાની હકીકત જણાવી હતી. હાલ તો સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી રૂબીનાની ધરપકડ કરી બાળકને હેમખેમ બચાવી લેવાયું છે.

આ પણ વાંચોઃ Bullet Train નું કામ પૂરજોશમાં, વડોદરા થી મહારાષ્ટ્ર બોર્ડર સુધી ટ્રેકના કામના એમઓયુ કરાયા 

આ પણ વાંચોઃ Surat : લગ્નસરા અને તહેવારોના માહોલ વચ્ચે પણ ગ્રેની ખરીદી નહિવત, વિવિંગ-યાર્ન માર્કેટ પર મોટી અસર

Next Article