AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાની રીવ્યુ બેઠકમાં કલેકટર, ડોક્ટર સાથે હાજર સિવિલના આરએમઓ જ કોરોના પોઝિટિવ આવતા ચિંતા

એવું પણ જાણવા મળ્યું છે કે આરએમઓ કેતન નાયકનો આરટીપીસીઆર રિપોર્ટ પેન્ડિંગ હતો તેમ છતાં તેઓ બેઠકમાં હાજર રહ્યા હતા. જેને કારણે તેમની લાપરવાહીની ચર્ચા પણ હાલ સિવિલ હોસ્પિટલના તબીબ વર્તુળોમાં થઇ રહી છે. 

Surat : કોરોનાની રીવ્યુ બેઠકમાં કલેકટર, ડોક્ટર સાથે હાજર સિવિલના આરએમઓ જ કોરોના પોઝિટિવ આવતા ચિંતા
Review meeting for corona cases in Surat
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 4:17 PM
Share

સુરત જિલ્લા કલેકટર (Surat District Collector ) આયુષ ઓકની અધ્યક્ષતામાં નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital ) ખાતે ગઈકાલે યોજાયેલ રિવ્યુ બેઠકમાં હાજર રહેલા નવી સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરનો આજે કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં ભારે ચિંતા પ્રસરી જવા પામી છે. બેઠકમાં હાજર રહેલા કલેકટર સહિતના ઉચ્ચાધિકારીઓએ હાલ કોવિડ-19નો ટેસ્ટ કરાવવા માટેની તજવીજ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

સુરત શહેર અને  જિલ્લામાં સતત વધી રહેલા કોરોનાના કેસોના ધ્યાનમાં રાખીને સંભવિત ત્રીજા તબક્કાની લહેરને પહોંચી વળવા માટે જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારાગઈકાલે નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓડિટોરિયમમાં યોજવામાં આવેલ આ બેઠકમાં ડીન ડો. ઋતંભરા મહેતા, નોડલ ઓફિસર અશ્વિન વસાવા, ઈન્ચાર્જ આરએમઓ ઓમકાર ચૌધરી અને આરએમઓ ડો. કેતન નાયક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે 1600 જેટલા બેડની અલાયદી હોસ્પિટલ સહિત 300 જેટલા વેન્ટીલેટર બેડની સુવિધા સહિતના મુદ્દે સઘન ચર્ચા – વિચારણા કરવામાં આવી હતી. આ દરમ્યાન બેઠકમાં અગ્ર હરોળમાં બેઠેલા આએમઓ ડો. કેતન નાયક અને તેઓની પત્નીનોઆજે કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવતાં બેઠકમાં હાજર તમામ અધિકારીઓએ પણ તકેદારીના ભાગરૂપે ટેસ્ટિંગની માટેની કવાયત હાથ ધરી છે. આ સિવાય ડો. કેતન નાયકના ઓફિસ સ્ટાફનો પણ રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આરટીપીસીઆર રિપોર્ટ પેન્ડિંગ છતાં બેઠકમાં હાજર રહ્યા તેવી ચર્ચા : એવું પણ જાણવા મળ્યું છે કે કેતન નાયકનો આરટીપીસીઆર રિપોર્ટ પેન્ડિંગ હતો તેમ છતાં તેઓ બેઠકમાં હાજર રહ્યા હતા. જેને કારણે તેમની લાપરવાહીની ચર્ચા પણ હાલ સિવિલ હોસ્પિટલના તબીબ વર્તુળોમાં થઇ રહી છે.

બેઠકમાં હાજર અધિકારીઓ દ્વારા ટેસ્ટિંગની કવાયત : સિવિલ હોસ્પિટલના એર કન્ડિશન ઓડિટોરિયમ ખાતે ગઈકાલે હાજર રહેલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે બેઠકમાં હાજર રહેલા અન્ય ડોકટરો અને અધિકારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આ તમામ અધિકારીઓ અને ડોક્ટરોએ આજે સવારથી જ તકેદારીના ભાગરૂપે ટેસ્ટિંગ કરવા કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : સંકટ સામે લડવા સુરત તૈયાર: જાણો કોરોનામાં ઓક્સિજનને લઈને તંત્ર દ્વારા શું કરવામાં આવી વ્યવસ્થા

આ પણ વાંચો : Surat : હવે VNSGUમાં પણ કોરોનાનો પેસારો , કુલપતિ બાદ 10 વહીવટી કર્મચારીઓ પોઝિટિવ

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">