AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં ફરી વરસાદે સર્જી આફત ! સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, જુઓ-Video

સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એકવાર સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. વહેલી સવારે પડેલા વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

| Updated on: Jul 19, 2026 | 12:59 PM
Share

સુરત ફરી વરસાદે આફત સર્જી છે. સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ફરી એકવાર સામાન્ય વરસાદે જ તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. વહેલી સવારે પડેલા વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુરતમાં ફરી વરસાદે સર્જી આફત

સૌથી વધુ અસર ઉધના-નવસારી રોડ અને વેસુ શ્યામ મંદિર વીઆઇપી રોડ પર જોવા મળી હતી. અહીં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં અનેક વાહનો અટવાઈ ગયા હતા, જ્યારે કેટલાક વાહનોના એન્જિન પણ બંધ પડી ગયા હતા. દર વખતે વરસાદ પડતા જ પાણી ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

સામાન્ય વરસાદમાં સુરત ફરી થયું જળમગ્ન

વરસાદના કારણે ઉધના રેલવે નજીકનું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ઘૂંટણસમા પાણીમાંથી રાહદારીઓને અવરજવર કરવાની ફરજ પડી હતી. સ્થાનિકોનું કહેવું છે કે ઘણા સમયથી કાયમી ઉકેલની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા ફરી એકવાર સવાલોના ઘેરામાં

બીજી તરફ ભેસ્તાન બાટલી બોય વિસ્તાર પણ વરસાદી જળભરાવથી પ્રભાવિત થયો હતો. એક તરફનો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવ્યા છે.

કમરથી વધુ પાણી ભરાયા

સચિન વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. સચિન ગામના રેલવે ગરનાળામાં કમરથી વધુ પાણી ભરાઈ જતાં લોકો જીવના જોખમે અવરજવર કરતા જોવા મળ્યા હતા. જોખમ હોવા છતાં લોકોને આ માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન સુરતમાં જળભરાવની સમસ્યા સામે આવતી હોવા છતાં તેનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. સામાન્ય વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલતી મહાનગરપાલિકા પાણી નિકાલની અસરકારક વ્યવસ્થા ક્યારે કરશે.

ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત, પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
ગણતરીની કલાકોમાં પોલીસે 4 કરોડની હીરાની ચોરીના આરોપીને ઝડપ્યા
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, જુઓ-Video
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ! 50 લિટર નકલી દૂધ ઝડપાયું
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
g clip-path="url(#clip0_868_265)">