Breaking News : માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા રહેશે યથાવત

રાહુલ ગાંધીએ તેમનું કન્વિક્શન રદ કરવાની અપીલ કરતી અરજી દાખલ કરી હતી. જેના પર ગત સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન બંને પક્ષોએ લગભગ 5 કલાક સુધી દલીલો કરી હતી. જે બાદ કોર્ટે તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે હવે આજે સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે.

Breaking News : માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા રહેશે યથાવત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 11:59 AM

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં ઝટકો મળ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે. નામદાર જજ રોબિન મોઘેરા દ્વારા  રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રાખવામાં આવી છે. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયાનું પણ યથાવત રહેશે. ત્યારે હવે રાહુલ ગાંધી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ તેમનું કન્વિક્શન રદ કરવાની અપીલ કરતી અરજી દાખલ કરી હતી. જેના પર ગત સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન બંને પક્ષોએ લગભગ 5 કલાક સુધી દલીલો કરી હતી. જે બાદ કોર્ટે તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે હવે આજે સેશન્સ કોર્ટ  રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રાખી છે.

બંને પક્ષ તરફથી શું દલીલો થઇ હતી ?

ગત સુનાવણીમાં રાહુલ ગાંધીના વકીલ આર.એસ.ચીમાએ સજા રદ કરવાની અપીલ સાથે દલીલો કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ જણાવ્યું હતુ કે રાહુલ ગાંધીનું ભાષણ અપમાનજનક ન હતું અને તેને સંદર્ભ વગર જોવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી વિરુદ્ધ નીડરતાપૂર્વક બોલતા રહે છે જેના કારણે આ કેસ ચલાવવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીના વકીલે ન્યાય અધિકાર ક્ષેત્ર પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં ભાષણ આપ્યું હતું અને ફરિયાદી કે જેઓ સુરતમાં રહે છે તેમને વોટ્સએપ થકી મેસેજ મળ્યો હતો. જેથી ન્યાય અધિકારક્ષેત્ર પર પણ પ્રશ્નો સર્જાય છે. તેમણે ટ્રાયલ કોર્ટના ચુકાદા અંગે કહ્યું કે કોર્ટ દ્વારા રાહુલને દોષી ઠેરવ્યા બાદ અડધા જ કલાકમાં મહત્તમ અને કઠોર સજા સંભળાવી દેવામાં આવી હતી. મને વિશ્વાસ છે કે કોર્ટ બરાબર જાણતી હતી કે જો તેમને એક દિવસ પણ ઓછી સજા કરવામાં આવશે તો તેઓ સાંસદપદેથી સસ્પેન્ડ થશે નહીં.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

 શું છે સમગ્ર કેસ ?

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન  કર્ણાટકના કોલાર ખાતે તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના આર્થિક ગુનેગારો લલિત મોદી, નીરવ મોદી વગેરે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના કરી હતી. વધુમાં બધા મોદી ચોર કેમ હોય છે? એવો સવાલ કરીને ચૂંટણી પ્રચારમાં જાહેર સભામાં મોદી સમાજની માનહાની કરી હતી.

જે અંગે સુરત શહેર પશ્ચિમના ધારાસભ્ય તથા મોઢવણિક સમાજના અગ્રણી ફરિયાદી પુર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો હતો. જેની ગઈ તારીખ 23 માર્ચના રોજ સુનાવણી બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરીશ વર્માએ આરોપી રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવી મહત્તમ બે વર્ષની કેદની સજા ફટકારી હતી. જેના કારણે રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ પણ ગયું હતું. આથી સુરત સીજીએમ કોર્ટના સજાના હુકમની કાયદેસરતાને સેશન્સ કોર્ટમાં પડકારતી અપીલ તથા બે વર્ષની કેદની સજાના હુકમને સ્થગિત કરવા અરજી કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
g clip-path="url(#clip0_868_265)">