Bardoli : તળાવમાં ગણપતિની પ્રતિમા વિસર્જિત કરવાના ગ્રામજનોના વિરોધ સામે તંત્ર આખરે ઝૂક્યું, નિર્ણયમાં કરવો પડ્યો ફેરફાર

|

Sep 03, 2022 | 9:35 AM

ગામની તળાવની(Lake ) સ્વચ્છતા નો પ્રશ્ન હોય છેલ્લા બે દિવસથી ગામ જનો બુલંદ અવાજ સાથે પોતાની માંગ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરી હતી.

Bardoli : તળાવમાં ગણપતિની પ્રતિમા વિસર્જિત કરવાના ગ્રામજનોના વિરોધ સામે તંત્ર આખરે ઝૂક્યું, નિર્ણયમાં કરવો પડ્યો ફેરફાર
The system finally bowed to the villagers' opposition to disposing of Ganapati's idol in the lake(File Image )

Follow us on

બારડોલી (Bardoli ) વહીવટી તંત્ર અને ગણેશ મંડળના આયોજકો વચ્ચે ફરીવાર ગણેશ વિસર્જન યાત્રાને લઈને એક બેઠકનું (Meeting )આયોજન કરાયું હતું. તેન ગામે મૂર્તિ વિસર્જિત કરવાના વિરોધમાં ગ્રામજનોએ મક્કમ લડત આપતા આખરે વહીવટી તંત્ર ફેરફાર કર્યો હતો. અને  આંબેડકર સર્કલ નજીક તમામ મૂર્તિઓ ભેગી કરી તંત્ર દરિયામાં વિસર્જિત કરવા જશે એવું નક્કી કરાયું હતું.

સુરત જિલ્લાના બારડોલીમાં છેલ્લા કેટલાક દિવસોથી વિસર્જન યાત્રા અને લઈને અનેક વિવાદો સર્જાઇ રહ્યા હતા.  બારડોલી ની ગણેશ મૂર્તિઓ તેંન ગામે તળાવમાં વિસર્જિત કરવાનું તંત્ર નક્કી કરી દીધું હતું . જો કે ગામની તળાવની સ્વચ્છતા નો પ્રશ્ન હોય છેલ્લા બે દિવસથી ગામ જનો બુલંદ અવાજ સાથે પોતાની માંગ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરી હતી. જેને ધ્યાને લઈને વહીવટી તંત્રએ પરિવાર નિર્ણયમાં ફેરબદલ કરીને વધુ એક વાર ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક કરી હતી. અગાઉ નક્કી કરેલ વિસર્જન રૂટ માન્ય રાખીને અલંકાર સર્કલ નજીક એક ટ્રક માં તમામ મૂર્તિઓ ભેગી કરવાનું નક્કી કરાયું હતું . અને ત્યાંથી પાલિકા યોગ્ય આયોજન કરીને તમામ મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કરવાનું નક્કી કર્યું હતું.

દિન પ્રતિ દિન નિર્ણય બદલતું વહીવટી તંત્ર એ  ફરીવાર બેઠકમાં અલગ અલગ નિયમોને માર્ગદર્શિકા રજૂ કરી હતી. વિસર્જન યાત્રામાં  જોડાનાર તમામ મંડળોને પોલીસ વિભાગ ક્રમ આપવાનું નક્કી કર્યું હતું. તેમજ નશાની હાલતમાં વિશા વિસર્જન યાત્રામાં જોડાનાર વ્યક્તિ વિરોધ કાર્યવાહી કરવાનું પણ સૂચન કરાવ્યું હતું . કેટલાક ગણેશ મંડળના આયોજકોએ માટીની મૂર્તિઓ નું સ્થાનિક મિઢોળા નદીમાં વિસર્જન કરવા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Input Credit  : Jignesh Mehta (Bardoli )

Next Article