Bardoli : ચોરીની વધતી ઘટનાઓ રોકવા પોલીસ એક્શન મોડમાં : રાત્રી પેટ્રોલિંગ, વાહન ચેકીંગ વધાર્યું

|

Jul 28, 2022 | 12:03 PM

હવે પોલીસે (Police )પણ નાઈટ પેટ્રોલિંગ વધારવાની સાથે સાથે સઘન વાહન ચેકીંગ પણ શરુ કર્યું છે. જેથી બારડોલી પંથકને ચોરી માટે નિશાન બનાવતા તસ્કરો અને તસ્કર ગેંગને ઝબ્બે કરી શકાય.

Bardoli : ચોરીની વધતી ઘટનાઓ રોકવા પોલીસ એક્શન મોડમાં : રાત્રી પેટ્રોલિંગ, વાહન ચેકીંગ વધાર્યું
Bardoli Police Night Patrolling (File Image )

Follow us on

બારડોલીમાં (Bardoli ) ગત દિવસોમાં વિવિધ વિસ્તારોમાં ઘરફોડિયા તસ્કરોના (Thief) મચેલા ઉપદ્રવને ડામવા બારડોલી પોલીસ (Police ) ટીમ સાથે જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ ટીમ જોડાતા સતત ફરજો, પેટ્રોલિંગ તથા સઘન વાહન ચેકીંગ સાથે શંકાસ્પદ જણાતા રખડતા ઈસમોની પૂછપરછનો દોર શરૂ કરાતા નગરજનોએ રાહતનો શ્વાસ લીધો છે. બારડોલી નગરના આંતરિયાળ અને છેવાડાના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ તેમજ બારડોલીના રેલવે ટ્રેકને અડીને આવેલી વિવિધ વિસ્તારોની સોસાયટીઓમાં દિવસોમાં તસ્કરોના ત્રાટકવાની ઘટનાઓ સામે આવી હતી. આ ઘટનાઓને પગલે તસ્કરોના ત્રાટકવાની ઘટનાઓ બનતા બારડોલી નગરજનોમાં ડરનો માહોલ ઊભો થયો હતો.

Bardoli Police Patrolling

ચોર ઇસમોનો ઉપદ્રવને બારડોલી પોલીસ મથકના પોલીસ જવાનો દ્વારા  બારડોલી નગરમાં પ્રવેશવાના તમામ જંકશન તથા મહત્ત્વના સ્થળોએ પોલીસ ટીમ તૈનાત કરવાનો એકસન પ્લાન બનાવી પગલાં શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ બંને વિભાગોની પોલીસ ટીમ દ્વારા બારડોલીને સ્ટેશન પોઇન્ટ બનાવી ગતરાત્રીથી કડક બંદોબસ્ત સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે.

તમામ વિસ્તારો, અવાવરૂ સ્થળો, રેલવે સ્ટેશન અને રેલ્વે લાઇન, હાઇવે જંક્શનો તથા વિવિધ પડાવો નું ચેકિંગ શરૂ કરી શંકાસ્પદ હિલચાલ કરતા વ્યક્તિઓની પોલીસ મથકે પૂછપરછ પણ ચાલુ કરાઈ છે. તેવા સમયે લોકોમાં પણ જાગૃતિ આવતાં વિવિધ સોસાયટીઓમાં ફ્રેન્ડ્સ ઓફ પોલીસ(FOP) ટીમ બનાવી ચોકી પહેરો શરૂ થતા ચોરીની ઘટનાઓ નાથવામાં મોટું પગલું ભર્યુ હોવાનું જણાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નોંધનીય છે કે છેલ્લા એક મહિનામાં જ 40 થી વધુ ચોરીની ઘટનાઓ એકલા બારડોલી પંથકમાં જ સામે આવતા પોલીસની શાખ સામે સવાલ ઉભો થયો હતો. આ માટે પોલીસ દ્વારા વિવિધ સોસાયટીઓના આગેવાનો સાથે બેઠક કરીને ચોરીના બનાવો કેવી રીતે રોકી શકાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા. પરંતુ હવે પોલીસે પણ નાઈટ પેટ્રોલિંગ વધારવાની સાથે સાથે સઘન વાહન ચેકીંગ પણ શૂર કર્યું છે. જેથી બારડોલી પંથકને ચોરી માટે નિશાન બનાવતા આવા તસ્કરો અને ગેંગને ઝબ્બે કરી શકાય.

Input by Jignesh Mehta (Bardoli )

Published On - 12:02 pm, Thu, 28 July 22

Next Article