Bardoli : આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને યોજાયો લોક દરબાર, પોલીસે નગરજનો સાથે કરી ચર્ચા

|

Oct 08, 2022 | 12:38 PM

આમ બારડોલી પોલીસમથકમાં યોજાયેલા લોક દરબારમાં શહેરીજનો અને પોલીસ વચ્ચે સંકલનનો સેતુ બંધાય તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે માટે વિચારણા કરવામાં આવી હતી.

Bardoli : આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને યોજાયો લોક દરબાર, પોલીસે નગરજનો સાથે કરી ચર્ચા
Bardoli: Lok Darbar held in view of the upcoming festivals, police discussed with the townspeople

Follow us on

બારડોલી(Bardoli ) પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસવાળા (Police )ની ઉપસ્થિતિમાં લોક દરબાર નું આયોજન કરાયું હતું.  આ લોક દરબારમાં પોલીસ મથક ને લગતી જરૂરી કામગીરીનું અને તહેવારો સમયે ટ્રાફિક સમસ્યા સહિતના વિવિધ પ્રશ્ને જિલ્લા પોલીસ વાળા ની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. સુરત જિલ્લાના બારડોલી પોલીસ માટે ટાઉન પોલીસ માટે ખાતે આગામી તહેવારો અંગે નગરજનો સાથે ચર્ચા વિચારણા કરવા માટે લોક દરબાર નું આયોજન કરાયું હતું . જિલ્લા પોલીસ વાળા ની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો.

આવનાર બે દિવસ બાદ ઇદે મિલાદ તહેવાર છે ત્યારે સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. સાથે લોક દરબારમાં બારડોલી નગર ને લગતા કેટલાક પ્રશ્નો અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને તહેવારોના સમયે નગરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યાનો મોટો મુદ્દો ઉપસ્થિત થાય છે . તેમજ નવેમ્બર ડિસેમ્બર દરમિયાન એનઆરઆઈ ઓ નું પણ આગમન થતાં વિવિધ પ્રશ્નો ટ્રાફિકને લઈને ઊભા થાય છે.  તો તેના જરૂરી આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

બારડોલી ટાઉન પોલીસ મથક  ખાતે દરબાર માં પોલીસ મથક ને લગતા પણ કેટલીક વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા ઉઠી હતી. પોલીસ મથક  ખાતે મુદ્દામાલ માં જમા કરેલ વાહનો મુકવાની અગવડતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.  અને જેમાં નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સમય જગ્યા ફાળવવામાં આવે એવી જિલ્લા પોલીસવાળાએ દરખાસ્ત  કરી હતી. સાથે જ બારડોલી ટાઉન પોલીસ મથકમાં પોલીસ કર્મીઓના મહેકમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આમ બારડોલી પોલીસમથકમાં યોજાયેલા લોક દરબારમાં શહેરીજનો અને પોલીસ વચ્ચે સંકલનનો સેતુ બંધાય તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે માટે વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને તહેવારોના દિવસો આવી રહ્યા હોય ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યા બાબતે કેવી રીતે નિયંત્રણ રાખવામાં આવે તે બાબતે નગરજનો અને પોલીસના સહિયારા પ્રયત્નો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

Input Credit by Jignesh Mehta (Bardoli )

Published On - 12:20 pm, Sat, 8 October 22

Next Article