Bardoli : સુરત જિલ્લામાં વરસાદી માહોલથી બારડોલી બેહાલ, નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત

નેશનલ હાઇવેથી બલેશ્વર  તરફ જતા રસ્તા ઉપર ખાડીના પાણી ફરી વક્તા વાહન વ્યવહારને અસર થવા પામી છે. નેશનલ હાઇવે પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.

Bardoli : સુરત જિલ્લામાં વરસાદી માહોલથી બારડોલી બેહાલ, નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત
Rain in Bardoli (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 12:12 PM

સુરત શહેરમાં અને જિલ્લામાં(District ) ફરી એકવાર મેઘરાજા(Rain ) સવાર થયા છે. ખાસ કરીને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે.  ખાસ કરીને છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે બારડોલીમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો છે. બારડોલી કડોદ રોડ પર આવેલ વિઠઠલ વાડીમાં છ થી સાત ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. વાડીને પાછળથી પસાર થતી ખાદી પર પાલિકા દ્વારા પુરાણ કરી દેવામાં આવી છે. જેના કારણે સ્થિતિ વધુ બેકાબુ બની છે. પાણી ભરાઈ જતા ઓફિસમાં પણ મોટા નુક્શાનની આશંકા સેવાઈ રહી છે. વાડીમાં મુકવામાં આવેલ લગ્નપ્રસંગની ફ્રીઝ, સોફા, ખુરશી પણ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

રાત્રીના સમયે પડેલા ભારે વરસાદને કારણે બારડોલીના હાલ બેહાલ થઇ ગયા છે. આ તાલુકાના રાયમ ગામે એક મકાન પણ ધરાશાયી થયું છે. જોકે કોઈ રહેવાસી નહીં હોવાથી કોઈને મોટી જાનહાની થઇ નથી. મકાનના બેઝમેન્ટમાં આવેલ બે કાર અને બે બાઈક આ કાટમાળ નીચે દબાઈ જતા મોટું નુકશાન થયું છે.

તે જ પ્રમાણે પલસાણામાં પણ ભારે વરસાદની સ્થિતિને પગલે બલેશ્વર ગામની ખાડી ઓવરફલો થઇ ગઈ છે. નેશનલ હાઇવેથી બલેશ્વર  તરફ જતા રસ્તા ઉપર ખાડીના પાણી ફરી વક્તા વાહન વ્યવહારને અસર થવા પામી છે. નેશનલ હાઇવે પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આજે સવારથી પણ શહેર જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. સવારે સુધી પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો તે આ મુજબનો રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  • બારડોલી 20 મીમી
  • મહુવા 23 મીમી
  • માંડવી 30 મીમી
  • સુરત 8 મીમી
  • માંગરોળ 13 મીમી
  • ઉમરપાડા 38 મીમી
  • ઓલપાડ  1 મીમી
  • ચોર્યાસી 0 મીમી
  • કામરેજ 39 મીમી
  • પલસાણા 18 મીમી

Input Credit Jignesh Mehta (Bardoli )

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">