Gir Somnath District: આંતરરાષ્ટ્રીય કિક બોક્સિગંમાં ગુજરાતની મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ગુજરાતની પ્રથમ દિકરી મનીષા વાળા (Manisha vala) આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની મનીષા 7મી ઇન્ટરનેશનલ તુર્કિસ ઓપન કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં જશે.

Gir Somnath District: આંતરરાષ્ટ્રીય કિક બોક્સિગંમાં ગુજરાતની મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે
Manisha vala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2022 | 7:17 PM

ગુજરાતની પ્રથમ દિકરી મનીષા વાળા (Manisha vala) આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મૂળ ગીર સોમનાથ જિલ્લાના (Gir Somnath District) કોડીનારની મનીષા 7મી ઇન્ટરનેશનલ તુર્કિસ ઓપન કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં જશે. આ માટે તેણે તુર્કીના ઇસ્તાંબુલ જવા માટે દિલ્હીથી ઉડાન ભરી હતી. આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં દુનિયાભરના 48 દેશો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારતના નવ જેટલા ખેલાડીઓ ભાગ લેવા જઇ રહ્યા છે. આ સ્પર્ધકોમાં ગુજરાતથી મનીષા વાળા ભાગ લેશે.

સ્પર્ધાને લઈ વાત કરતા તેણીએ જણાવ્યું હતું કે, હું આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે તમામ પ્રયાસો કરીશ. મને જે આ આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી છે તેનો પૂરતો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરીશ. સાથે જ કહ્યું કે, કિક બોક્સિંગમાં હું ગુજરાતની પ્રથમ ફિમેલ ખેલાડી છું કે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે રમનાર છું. મારા પિતા જગદીશભાઈએ આર્થિક સંઘર્ષ વચ્ચે પણ મને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે સતત પ્રોત્સાહિત કરી છે.

વેરાવળમાં ટોલ ટેક્સ ન ભરવા મામલે ચાલતી બબાલમાં પોલીસે ટ્રાન્‍સપોર્ટર સહિત આરોપીઓને ઝડપી લીધા

Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા મગ ખાવાથી થતા ફાયદા વિશે જાણો છો તમે ? અનેક રોગોમાં રામબાણ ઈલાજ
આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત

વેરાવળમાં ટોલ ટેક્સ ન ભરવા મામલે ચાલતી બબાલમાં ટ્રાન્‍સપોર્ટર સહિત 10 શખ્‍સોએ NHAIની ઓફીસમાં ઘુસી તોડફોડ કરી હતી. હાઈવે ઓથોરીટીના અધિકારીને માર મારી જાનથી મારી નાંખવાની ઘમકી પણ આપવામાં આવી હતી. ટ્રાન્‍સપોર્ટર જગમાલ વાળાએ ગેરકાયદે મંડળી રચી તોડફોડ કરી હુમલો કર્યાના આરોપ સાથે ઇજાગ્રસ્‍ત બનેલા અધિકારીએ દસેય શખ્‍સો સામે ફરીયાદ નોંધાવી હતી. કાવતરૂ રચવા, રાયોટીંગ, ફરજમાં રૂકાવટ, સાર્વજનીક મિલ્‍કતો નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધ્યો હતો. જે બાદ ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી લીધા છે.

g clip-path="url(#clip0_868_265)">