
અમદાવાદ: રામ મંદિર પર આતંકી હુમલાના ષડયંત્રમાં ઝડપાયેલા અબ્દુલ રહેમાન અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. સૌથી મોટું ખુલાસો એ છે કે અતંકી રહેમાનના પિતા અને પરિવાર ગુજરાતના સુરતના રહેવાસી છે. સુરત સાથે જોડાયેલા આ નાતાએ ગુજરાતમાં પણ ચકચાર મચાવી છે.
મળતી માહિતી મુજબ, અબ્દુલ રહેમાનના પિતા અબુ બકર અગાઉ સુરતમાં રહે છે. સુરતમાં તેઓ અનેક વર્ષો સુધી કામ કરતા હતા અને અહીં જ તેમનો વ્યવસાય પણ હતો. જો કે, કેટલાક વર્ષો પહેલા તેઓ સુરત છોડીને ઉત્તર પ્રદેશમાં સ્થાયી થયા હતા.
અબ્દુલ રહેમાને વિશાખાપટ્ટનમમાં જમાત સંગઠન સાથે જોડાયો હતો. જે બાદમાં તે એક આંતકી જૂથના સંપર્કમાં આવ્યો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે તેનો સીધો સંપર્ક હોવાની માહિતી પણ સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, તેને ઓનલાઈન વીડિયો કોલ મારફતે જ આતંકી તાલીમ આપવામાં આવી હતી.
સુરત સાથે રહેમાનના પરિવારનો જોડાણ હોવાના ખુલાસા બાદ ગુજરાત ATS પણ આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. સુરતમાં રહેમાનના પિતાના પૂર્વ કનેક્શન અંગે તપાસ શરૂ થઈ છે. ક્યાંક ગુજરાતમાં પણ કોઈ સુત્રો તો નથી? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
TV9ની ટીમે અબ્દુલ રહેમાનના માતા-પિતા સાથે વાતચીત કરી, જેમાં તેમણે ઘણાં રહસ્યોનો પર્દાફાશ કર્યો. તેઓએ કહ્યું કે, “અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારો દીકરો આવી હરકતમાં સામેલ થશે.”
Attack on Ayodhya Ram Mandir foiled; know the suspect’s Gujarat connection #TV9Gujarati #TV9News pic.twitter.com/FWzIzGzLfh
— Tv9 Gujarati (@tv9gujarati) March 4, 2025
આ સમગ્ર પ્રકરણ પછી ગુજરાત ATS અને સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. સુરતમાં રહેમાનના પિતા અને તેમના જૂના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે. શું આ ગુપ્ત પ્લાનમાં અન્ય કોઈ પણ ગુજરાતમાંથી સામેલ છે? એ દિશામાં તપાસ આગળ વધવામાં આવી રહી છે. આ કેસમાં વધુ ખુલાસા શક્ય છે, અને સુરત સાથે આતંકી કનેક્શનની તપાસ આગળ વધતી રહે તેવી શક્યતા છે.