Surat: કામરેજ નજીકના ગામમાં 140 કિલો લીંબુની ચોરી, લીંબુની કિંમત આશરે 35 હજાર રુપિયા

|

Apr 30, 2022 | 1:57 PM

ગત વર્ષ કરતા ચાલુ વર્ષે લીંબુનું (Lemon) 30 ટકા ઓછુ ઉત્પાદન થયું છે. જેના કારણે લીંબુના ભાવ આસમાને છે. બજારમાં 1 કિલો લીંબુનો ભાવ 300 રુપિયાથી વધુ હોવાથી લીંબુ ખરીદવા મોંઘા બન્યા છે.

સુરતના (Surat) કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલ શક્તિ ફાર્મમાં એક અજીબો ગરીબ ઘટના બની છે. હાલમાં ખૂબ જ મોંઘા ભાવે મળતા એવા લીંબુની ચોરી (Theft of lemons) થઈ છે. એક બે કિલો નહીં, પરંતુ ચોર 140 કિલો જેટલા લીંબુ ચોરાઈ ગયા છે. જો કે ખેડૂતે (Farmers) લીંબુ ચોરી થયાની ફરિયાદ નોંધાવી નથી. પરંતુ લીંબુ ચોરીની ઘટના બાદ આસપાસના લીંબુની વાડી ધરાવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં જયેશ પટેલ નામના વ્યક્તિનું શકિત ફાર્મ આવેલું છે. જયેશભાઈ ઓર્ગેનિક લીંબુની ખેતી કરે છે. આ વર્ષે તેમણે સાડા છ વીઘામાં લીંબુની ખેતી કરી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે લીંબુનું 30 ટકા ઓછુ ઉત્પાદન થયું છે. જેના કારણે લીંબુના ભાવ આસમાને છે. બજારમાં 1 કિલો લીંબુનો ભાવ 300 રુપિયાથી વધુ હોવાથી લીંબુ ખરીદવા મોંઘા બન્યા છે, ત્યારે જયેશભાઈના ફાર્મમાં ઉતારેલા  140 કિલો લીંબુની ચોરી થઈ હતી. ચોરી થઈ ત્યારે ફાર્મ માલિક ભાવનગર અન્ય મિત્રના ફાર્મની મુલાકાતે ગયા હતાં અને મજૂરો પણ ફાર્મ પર ન હોવાથી તસ્કર દ્વારા લીંબુની ચોરી થઈ હતી. રાત્રીના સમયે તસ્કરો 35 હજારની કિંમતના 140 કિલો લીંબુની ચોરી કરી ગયા હતા. આ અંગે બીજા દિવસે સવારે જથ્થો વિખેરાયેલો જોવા મળતા ચોરી થયાનો અંદાજ આવ્યો હતો

લીંબુની ચોરી થયા બાદ શક્તિ ફાર્મના માલિક જયેશ પટેલને પોતાના ફાર્મહાઉસમાં ચોકીદારો રાખવાની ફરજ પડી છે. જે લીંબુના બગીચાની રાત્રી દરમિયાન ચોકીદારી કરે છે. જેથી કરીને ફરી તસ્કરો તેમની વાડીમાં ન ત્રાટકે અને લીંબુની ચોરી અટકી શકે.

આ પણ વાંચોઃ Surat: નાઈટ ફૂડ બજાર પર ગ્રહણ: 18 દુકાનોએ દોઢ વર્ષથી 40 લાખનું ભાડું નથી ચૂકવ્યુ, કોર્પોરેશન દુકાનો કબ્જામાં લેશે

આ પણ વાંચોઃ Ahmedabad: પીપાવાવથી પકડાયેલા ડ્રગ્સ અંગે ડીજીપીએ આપી જાણકારી, પતંગના દોરા પર રંગ ચઢાવાય તે રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો

Next Video