સુરતમાં તહેવારો પૂર્વે માવા- મીઠાઈમાં ભેળસેળ તપાસવા આરોગ્ય વિભાગની ટીમ એકશનમાં

|

Oct 13, 2021 | 12:53 PM

SMCની આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી માવા-મીઠાઈની દુકાનો પર તવાઈ બોલાવી છે. માવા-મીઠાઈની દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરાયું છે.

સુરતમાં(Surat)તહેવારો(Festival)આવતાની સાથે જ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની(Health Team)ટીમ એક્શનમાં આવી ગઈ છે. SMCની આરોગ્ય વિભાગની ટીમોએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલી માવા-મીઠાઈની દુકાનો પર તવાઈ બોલાવી છે. માવા-મીઠાઈની દુકાનો અને ગોડાઉનમાં ચેકિંગ કરાયું છે. હાલમાં દિવાળી અને ચાંદી પડવાનો તહેવાર નજીક આવી રહ્યો છે.

સુરત કોર્પોરેશન દ્વારા લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે આ ચેકિંગ કરાઈ રહ્યું છે.. જોકે રક્ષાબંધન વખતે જે સેમ્પલ લેવાયા હતા તેનો રિપોર્ટ તહેવાર પછી આવ્યો હતો. પરંતુ આ વખતે સેમ્પલ લઈને સ્થળ પર જ તેનો રિપોર્ટ આપી દેવાય છે.

સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે દશેરા અને દિવાળી પૂર્વે ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં ભેળસેળ અંગેની તપાસ હાથ ધરવામાં આવે છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાંથી શંકાસ્પદ લાગતા ફરસાણ અને મીઠાઇના સેમ્પલ એકત્ર કરીને ફૂડ ટેસ્ટિંગ લેબમાં મોકલવામાં આવે છે.

જેમાં ટેસ્ટિંગ બાદ સેમ્પલ ફિટ કે અનફીટ જાહેર કરવામાં આવે છે. જેની બાદ આરોગ્ય વિભાગ દ્વારા આ રિપોર્ટના આધારે જે તે દુકાનદાર વિરુદ્ધ કાયર્વાહી કરવામાં આવે છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના આવા ચેકિંગના દબાણ હેઠળ ખાદ્યપ્રદાર્થોની ગુણવતા પણ મહદઅંશે જાળવવામાં આવે  છે. તેમજ વેપારીઓ  પણ મીઠાઇનો  ઉંચો ભાવ લઈને લોકોને શુદ્ધ મીઠાઇ આપવાનો આગ્રહ રાખે છે.

આ પણ વાંચો:  અદાણી ગેસે સીએનજીના ભાવમાં 1. 63 રૂપિયા અને પીએનજીના ભાવમાં રૂપિયા 70 નો વધારો ઝીંકયો

આ પણ વાંચો: ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લીધી, સિઝનનો 96.37 ટકા વરસાદ નોંધાયો

Next Video